દેશમાં આજે એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર આજથી 135 રૂપિયા સસ્તું થઈ ગયું છે. સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ સિલિન્ડરના દરમાં 135 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેના પછી ઇન્ડેન સિલિન્ડર 135 રૂપિયા સસ્તું થશે અને દિલ્હીમાં 2219 રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે મળશે.દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે આજે રાહતના સમાચાર કોર્મશિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઘરેલુ ગ્રાહકો એટલે કે 14.2 KG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને આજે આ સિલિન્ડર પર કોઈ રાહત મળી નથી. તેના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 19 મેના રોજના દરે જ રહેશે.
દિલ્હીમાં 2354ને બદલે 2219માં મળશે
મુંબઈમાં 2306ને બદલે 2171.50 રૂપિયામાં મળશે.
કોલકાતામાં 2454ને બદલે 2322 રૂપિયામાં મળશે.
ચેન્નાઈમાં 2507ના બદલે 2373 રૂપિયામાં મળશે.