પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દેશોની યાત્રાના પહેલા દિવસ સ્વીડન પહોંચી ચુક્યા છે. એરપોર્ટ પર તેમની અગુવાઈ સ્વીડીશ પ્રધાનમંત્રી સ્તેફાન લોફ્વેને કરી હતી. આ સમયે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વીડીશ પ્રધાનમંત્રી સ્તેફાન લોફ્વેને પ્રોટોકોલ તોડીને પ્રધાનમંત્રીને એરપોર્ટ લેવા પહોંચ્યા હતા. સ્વીડન પહોંચ્યા પછી પીએમ મોદી સ્ટોકહોમમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ 30 વર્ષમાં કોઈ પહેલા પ્રધાનમંત્રી હશે જે સ્વીડન ગયા છે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી 1988 માં સ્વીડન ગયા હતા.
સ્ટોકહોમમાં આજ બંને દેશોના પીએમ ઘણા મુદ્દાઓ પર વાત કરશે. ત્યાર બાદ મોદી કોમનવેલ્થ મીટીંગમાં ભાગ લેવા માટે રાતે લંડન પહોંચશે.
સ્વીડન અને બ્રિટેનની પોતાની યાત્રાથી પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે તેઓ વેપાર, નિવેશ અને સ્વચ્છ ઉર્જા સાથે વિભિન્ન ક્ષેત્રોમાં બંને દેશો વછે દ્વિપક્ષીય દ્વિભાષી ભાગીદારી માટે ગાઢ બનાવવા માટે આશા છે. પ્રધાનમંત્રી સ્વીડન અને બ્રિટેનની પાંચ દિવસની યાત્રા પર પહોંચ્યા છે. તેઓ સ્વદેશ વાપસીના સમયે 20 એપ્રિલ ના રોજ બર્લિનમાં થોડા સમય માટે રહેશે.
પીએમ મોદીએ ફેસબુકમાં લખ્યું હતું,
“ભારત અને સ્વીડન વાંછે બંધુતાનો સબંધ છે. અમારી ભાગીદારી લોકશાહી મૂલ્યો અને ખુલ્લે, સર્વસામાન્ય અને નિયમો પર આધારભૂત વૈશ્વિક વ્યવસ્થાની પ્રતિબદ્ધતા પર આધારિત છે. સ્વીડન અમારી વિકાસ પહેલમાં એક મૂલ્યવાન ભાગીદાર છે.”