દુનિયામા દરેક પળે કંઈને કંઈ અજીબ ઘટના ઘટતી રહે છે. પરંતુ કેટલીક ઘટનાઓ આપણને આશ્ચર્ય પમાડે તેવી હોય છે. તેમાંથી એક અજીબોગરીબ ઘટનાની વાત કરવાની છે. જેમાં જમીનની અંદર અંડરવિયર દાટી દેવામા આવે છે. કહેવાય છે કે, આ પરંપરાથી સ્થાનિક લોકો કેટલીક જરૂરી માહિતી મેળવે છે.
માટીની ગુણવત્તા
જાણીને આશ્ચર્ય થશે કે, જમીનમાં અંડરવિયર દાટવાનુ કામ માટીની ગુણવત્તાની તપાસ કરવા માટે થાય છે. કહેવાય છે કે આ રીતે માટીની ગુણવત્તાને તપાસી શકાય છે. એક્સપર્ટસ આવી અજીબોગરીબ ટેકનિક્સનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે માટીની તપાસ માટે લેબોરેટરીમાં કે અન્ય રીતે પણ થઇ શકે છે.
બે હજાર અંડરવિયર
સ્વિત્ઝર્લેન્ડમાં માટીની ગુણવત્તા તપાસવા માટે લગભગ 2 હજાર સફેદ અંડરવિયરને વિવિધ જગ્યાઓમાં દાટવામાં આવે છે. સ્વિત્ઝર્લેન્ડની State Research Institute Agroscope માટીની ગુણવત્તા જાણવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ કામ ‘Proof By Underwear’ નામના પ્રોજેક્ટનો ભાગ હતો. પ્રોજેક્ટ અંતર્ગત વોલેન્ટિયર ખેડૂત અને બગીચાઓના માલિકને બે પેર અંડરવિયર આપવામાં આવ્યા હતા. જેને જમીનમાં દાટવામાં આવ્યા હતા.
કોટનના અંડરવિયર
આ કામ માટે સફેદ કોટનના અંડરવિયરને પસંદ કરવામાં આવે છે. કોટનના અંડરવિયર સૂક્ષ્મજીવો માટે ભોજનનું કામ કરે છે.
અમુક સમય પછી તેને કાઢી લેવાય છે
એક નક્કી સમય પછી જમીનમાં દાટેલા અંડરવિયરને જમીનમાંથી કાઢવામાં આવે છે. ત્યાર પછી તેના પર સ્ટડી કરવામાં આવે છે. જેથી વિવિધ ભાગની જમીનની ગુણવત્તા વિશે સટીક માહિતી મેળવી શકાય. તેમાં એ જોવા મળે છે કે, અંડરવિયરને કેટલા હદ સુધી સૂક્ષ્મજીવો, ફંગસ તેમજ કીટાણું નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અંડરવિયરમાં વધુ નુકસાન એ સંકેત આપે છે કે, માટીની ગુણવત્તા સારી છે. તેમજ સૌથી ઓછા નુકસાનવાળી અંડરવિયર એટલે કે માટીની ગુણવત્તા સારી નથી.