Rajkot News/ રાજકોટના લોકોમેળાની તંત્રએ વ્યવસ્થા જાહેર કરી, શું ગત વર્ષની જેમ આ વખત પણ જનમેદની મેળામાં ઉમટી પડશે

રાજકોટ (Rajkot)ના લોકમેળા (Lokmela)ને લઈને તંત્રે વ્યવસ્થા જાહેર કરી. આ વ્યવસ્થા મુજબ લોકોમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે.

Top Stories Gujarat Rajkot
Cricket Tutorials YouTube Thumbnail 32 3 રાજકોટના લોકોમેળાની તંત્રએ વ્યવસ્થા જાહેર કરી, શું ગત વર્ષની જેમ આ વખત પણ જનમેદની મેળામાં ઉમટી પડશે

Rajkot News: રાજકોટ (Rajkot)ના લોકમેળા (Lokmela)ને લઈને તંત્રે વ્યવસ્થા જાહેર કરી. આ વ્યવસ્થા મુજબ લોકોમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે. તંત્રએ જાહેર કરેલ વ્યવસ્થા મુજબ રમકડા, ખાણીપીણી, મોટી રાઈડસને કાયદાકીય ધારાધોરણ મુજબ સ્ટોલ માટે મંજૂરી આપવામાં આવી છે. આ મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે. રાજકોટના લોકપ્રિય મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 1266 પોલીસ જવાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ જવાનો ઉપરાંત પ્રાઈવેટ સિક્યોરીટી સાથે વોચ ટાવરની પણ વ્યવસ્થા કરવામાં આવી.

1266 policemen, 100 security guards, 18 watchtowers and free parking for  public at 17 places will be deployed to maintain law and order in Rajkot  Lok Mela. | 'રસરંગ લોકમેળા'ની તૈયારીઓ શરૂ:

લોક મેળામાં આકસ્મક બનાવ બને અને કોઈને તાત્કાલિક મદદ મળી રહે માટે એમ્બુલન્સની સુવિધાનું પણ ધ્યાન રખાયું છે. મેળામાં સંભવિત દુર્ઘટનાને પગલે 5 એમ્બ્યુલન્સ, 5 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રખાશે. સુરક્ષાના ભાગરૂપે લોકમેળામાં મોડી રાત્રે એન્ટ્રી બંધ કરવામાં આવશે.

  • રમકડાના 140, ખાણીપીણીના 32 સ્ટોલની વ્યવસ્થા કરાશે.
  • આઈસ્ક્રીમના 16, ટી કોર્નર 1, નાની ચકરડીના 15 સ્ટોલ
  • મોટી રાઇડ્સના 31 સ્ટોલને મજુરી મળી
  • મોટી રાઇડ્સ ફિટનેસ સર્ટી આપ્યા બાદ જ મજુરી મળશે
  • 125 પ્રાઈવેટ સીકીયોરીટી, 14 વોચ ટાવરની કરાઇ વ્યવસ્થા
  • 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું
  • મેળા માટે 10 કરોડોનો વીમો પણ લેવામાં આવ્યો
  • 5 એમ્બ્યુલન્સ, 5 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રખાશે
  • રાત્રીના 11:30 વાગે મેળાની એન્ટ્રી બંધ કરાશે
  • Rajkot Lok Mela 2023: રંગીલા રાજકોટમાં લોકમેળાનું ઉદ્ઘાટન, જુઓ મેળાના  અવકાશી દ્રશ્યો

રાજકોટ (Rajkot)માં દર વર્ષે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી (Janmashtami) તહેવાર પર મેળો (Fair) યોજાય છે. આ મેળાને લોકમેળો કે શ્રાવણી મેળો કે રસરંગ મેળો પણ કહેવાય છે. ગત વર્ષે જન્માષ્ટમી તહેવાર પર મેળામાં લોકોએ રેકોર્ડ તોડ્યો હતો. લોકમેળાના પ્રથમ દિવસે અડધો લાખ લોકો આવ્યા હતા. બીજા દિવસે સવા લાખ લોકો આવ્યા હતા અને ત્રીજા દિવસે ત્રણ લાખથી પણ વધુ લોકોએ મેળાની મજા માણી હતી. લોકોમેળામાં વધતી ભીડને લઈને મેળામાં એક દિવસનો વધારો કરાયો હતો એટલે કે શનિવારને પૂર્ણ કરવાના બદલે રવિવારે પૂર્ણ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

આ પણ વાંચો: રાજકોટના લોકમેળામાં આ વખતે રાઇડ્સ જોવા નહીં મળે?

આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય