Not Set/ IPL ની બાકી મેચો આ દેશમાં થવી લગભગ નક્કી જ છે

આઈપીએલ 2021 મુલતવી થયા બાદ હવે આઈપીએલ 15 ની બાકીની મેચ જલ્દીથી કરવામાં આવે તે માટે બીસીસીઆઈ સતત પ્રયત્ન કરી રહી છે.

Sports
a 1 IPL ની બાકી મેચો આ દેશમાં થવી લગભગ નક્કી જ છે

આઈપીએલ 2021 મુલતવી થયા બાદ હવે આઈપીએલ 15 ની બાકીની મેચ જલ્દીથી કરવામાં આવે તે માટે બીસીસીઆઈ સતત પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આઈપીએલની બાકીની મેચ હવે ભારતમાં કરવામા આવશે કે નહીં.

a 2 IPL ની બાકી મેચો આ દેશમાં થવી લગભગ નક્કી જ છે

ક્રિકેટ / શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કોચ રહેશે રાહુલ દ્રવિડ

મળી રહેલી માહિતી અનુસાર, આઈપીએલની બાકી મેચ ભારતમાં રમાય તેની સંભાવનાઓ ઘણી ઓછી છે. હવે જાણવા મળ્યું છે કે બીસીસીઆઈ બે જગ્યાએ આઇપીએલ રાખવાનું વિચારી રહી છે. પ્રથમ વિકલ્પ યુએઈનો અને બીજો વિકલ્પ ઈંગ્લેન્ડનો છે. જો કે, યુએઈમાં આઇપીએલ 15 મેચ યોજી શકે તેવી સંભાવના વધારે છે. અગાઉ, આઇપીએલ 2020 ની પૂરી સીઝન યુએઈમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈની એક ખાસ બેઠક 29 મેનાં રોજ યોજાવાની છે, અને તેમા કોઈ નિર્ણય લઈ શકાય છે. કોરોના વાયરસને કારણે આઈપીએલ 2021 મુલતવી રાખવી પડી હતી. દરમિયાન, એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીએલ 14 ની બાકીની મેચો ક્યા રમાઇ શકે તેમા ઈંગ્લેન્ડ ટોચ પર છે. ટીમ ઇન્ડિયા 2 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે રવાના થઈ રહી છે. આ પછી ભારતે ઈંગ્લેન્ડ સાથે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પણ રમવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. શક્ય છે કે પાંચ ટેસ્ટને બદલે ટીમ ઈંન્ડિયા ઈંગ્લેન્ડ સાથે માત્ર ચાર ટેસ્ટ મેચ રમશે. જો ઇસીબી આ સાથે સંમત થાય છે, તો પછી આઈપીએલની બાકીની મેચ માટે માર્ગ ખોલવામાં આવી શકે છે.

a 3 IPL ની બાકી મેચો આ દેશમાં થવી લગભગ નક્કી જ છે

IPL / મહેન્દ્રસિંહ ધોની બાદ આ ખેલાડીઓમાંથી એકને મળી શકે છે CSK ની કમાન

દરમિયાન કેટલાક મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આઇપીએલ ઈંગ્લેન્ડમાં યોજાય તો તેનો ખર્ચ ઘણો વધી જાય. તેથી, યુએઈનો દાવો પણ ઓછો મજબૂત નથી. છ મહિના પહેલા આઈપીએલ 2020 યુએઈમાં જ યોજાઇ હતી. યુએઈમાં કોરોના વાયરસનાં વધારે કેસ નથી. આ ઉપરાંત, યુએઈએ આઇપીએલ 2020 ની યજમાની કરી હતી અને દરેક લોકોએ તેની પ્રશંસા કરી રહ્યા છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું છે કે, ઈંગ્લેન્ડમાં આઈપીએલ યોજવાની કોઈ યોજના નથી. કદાચ 29 મી મેનાં રોજ બીસીસીઆઈની બેઠકમાં તેની અંતિમ રૂપ આપવામાં આવશે. વળી, આ બેઠકમાં જ, ટી-20 વર્લ્ડ કપ ક્યાં થશે તે પણ નક્કી કરી શકાય છે. હમણા, એવી સંભાવના છે કે વર્લ્ડ કપ 2021 ભારતમાં યોજવામાં આવે, કારણ કે તેમાં ઘણો સમય બાકી છે અને તે શક્ય છે કે ત્યાં સુધીમાં કોરોના વાયરસ ઘણી હદ સુધી નિયંત્રણમાં આવી જાય.

kalmukho str 17 IPL ની બાકી મેચો આ દેશમાં થવી લગભગ નક્કી જ છે