રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. ગઈકાલે જ અમદાવાદ સહિતના રાજ્યના 113 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી ત્યારે આજે ફરી 13 પીઆઈના બદલી કરવામાં આવી છે.
નોંધનીય છે કે અગાઉ પણ મોટા પાયે પોલીસ વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતના બિન હથિયાર ધારી 38 PIની બદલી કરાઈ હતી. હવે ફરી એક વખત બદલીનો દોર યથાવત છે. ગુજરાત રાજ્યના 24 GAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.