રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અન્વયે રાજકોટ મહાનગર પાલિકા કમિશનર દ્વારા લોકોને દ્વિધા ન રહે તે માટે વેક્સિનના પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ હવે કેટલા દિવસે લેવાનું રહેશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૮ થી ૪૪ વર્ષના લોકોને વેક્સિનેશન રજીસ્ટ્રેશન માટે બેસન સાઈટ રોજ સાંજે જનરેટ કરવામાં આવશે. તે અંગેમ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત જે લોકોએ કોવિશિલ્ડ વેકસીન લીધી છે તેમને વેક્સિનનો બીજો ડોઝ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન (પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ) લેવાનો રહેશે.
હાલ ચાલી રહેલા ૧૮ થી ૪૪ વર્ષના લોકોના વેકસીનેસન માટે હવેથી સાંજે ૦૫:૦૦ કલાકે દરરોજ સેસન સાઈટ જનરેટ કરવામાં આવશે. અગાઉ સવારે ૧૦:૦૦ કલાકે જનરેટ કરવામાં આવતી હતી જે હવેથી સાંજે ૦૫:૦૦ વાગ્યે જનરેટ કરવામાં આવશે.