સાઉદી અરબ.
સાઉદી અરબમાં મહિલાઓના અધિકાર માટે લડતા કાર્યકર્તા ઈસરા અલ ધોમધમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી શકે છે. સરકારી વકિલે કોર્ટ પાસે ઈસરા અને ચાર અન્ય કાર્યકર્તાઓને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે.
હ્યુમન રાઈટ્સ વોચ અનુસાર ઈસરા પર અશાંત કાતિફ પ્રાંતમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં સામેલ થવાનો આરોપ છે. આ પ્રદર્શન શિયા સમુદાય વિરુદ્ધ થતા ભેદભાવના વિરોધમાં કરવામાં આવ્યુ હતું. જો કોર્ટ સરકારના પક્ષમાં ચુકાદો આપે તો ઈસરા અલ ધોમધોમ પ્રથમ એવા સાઉદી મહિલા બનશે, જેમને માનવાધિકાર સંબંધિત કેસમાં મૃત્યુદંડની સજા થશે.
સાઉદી સરકારે આ મામલે ઔપચારીક રીતે મૌન સેવ્યુ છે. હ્યુમન રાઈટ્સ વોચનું કહેવુ છે કે જા આમ થશે તો આ નિર્ણય જેલમાં બંધ અન્ય મહિલા કાર્યકર્તાઓ માટે પણ ખતરનાક સાબિત બની શકે થે. ચાલુ વર્ષે મે મહિનામાં લગભગ ૧૩ માનવાધિકાર અને મહિલા અધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ પાછળ રાષ્ટ્રીય સુરક્ષા માટે જાખમરુપ હોવાનુ કારણ જણાવવામાં આવ્યુ હતું. આ તમામ કાર્યકર્તાઓમાંથી કેટલાકને છોડી મુકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક કોઈપણ કારણ વિના જેલમાં બંધ છે.