અકસ્માત/ ભાવનગરના સિહોરમાં રક્ષાબંધનના આગલા દિવસે જ બહેને તેનો ભાઈ ગુમાવ્યો

રક્ષાબંધનની પૂર્વ રાત્રે બે બહેનો નો એકનો એક વહાલસોયો ભાઈ છીનવાયો. રક્ષાબંધનનાં દિવસે બહેનોને રાખડી બાંધવાની ખુશીનો દિવસ માતમમાં છવાયો

Top Stories Gujarat
4 15 ભાવનગરના સિહોરમાં રક્ષાબંધનના આગલા દિવસે જ બહેને તેનો ભાઈ ગુમાવ્યો

ભાવનગર જિલ્લાના સિહોરનાં કૃષ્ણપરા પાસે અકસ્માત થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. મેરુભાઇ વલ્લભભાઈ ચાવડા ઉ.વ. 42 જેઓ રાત્રે મોટરસાઈકલ લઈને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં રજળતી ગાય અથડાતાં ગંભીર ઇજા થતાં સિહોર સરકારી હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ.

રક્ષાબંધનની પૂર્વ રાત્રે બે બહેનો નો એકનો એક વહાલસોયો ભાઈ છીનવાયો. રક્ષાબંધનનાં દિવસે બહેનોને રાખડી બાંધવાની ખુશીનો દિવસ માતમમાં છવાયો. રક્ષાબંધનની પૂર્વ રાત્રે મોતથી ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ. તેમજ બે દીકરા અને બે દીકરી એ પિતાની છત્ર છાયા ગુમાવી.