સમગ્ર રાજય માં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે .કેસ માં સતત વધારો થતો જોંવા મળી રહ્યો છે .વધતા જતા કેસોને લીધે ઠેરઠેર ઓક્સીજનની અછત પણ જોવા મળી રહી છે . ઓક્સીજન વગર લોકો મૃત્યુ પામતાં હોય છે છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના કોરોના દર્દીઓની સેવા માટે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઑક્સિજન પ્લાન્ટ માટે ટ્રસ્ટ તરફથી 50 લાખ રૂપિયા અને ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી.
આ મહામારી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં જરૂરીયાત મુજબ ક્વોરન્ટાઇન પેશન્ટ તથા પરિવાર માટે વેરાવળ, પ્રભાસ પાટણમાં ટિફિન સેવા તેમજ કોવિડ કેર સેન્ટર માટે 73 રૂમનું લીલાવતી ભવન શરૂ કરવામાં આવ્યુ છે.
જિલ્લા આરોગ્ય કેન્દ્રના સુપરવિઝન હેઠળ આ ઑક્સિજન પ્લાન્ટ ત્રણ અઠવાડીયામાં કાર્યરત થઈ જશે. પ્લાન્ટ કાર્યરત થવાથી રોજના 51થી વધુ સિલિન્ડર જેટલો ઑક્સિજન મળી રહેશે. જેથી પ્રભાસ પાટણ તેમજ આસપાસના જરૂરીયાતવાળાને આ આરોગ્ય સેવાનો લાભ મળશે.