Gandhinagar News: વડાપ્રધાન મોદીએ થોડા સમય પહેલા વિશ્વના સૌથી સુંદર ટાપુ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. જે બાદ કેન્દ્રના પ્રવાસન વિભાગ અને નાગરિક ઉડ્ડયન વિભાગે સી પ્લેન લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અંતર્ગત ગુરુવારે બપોરે વિદેશથી નવું સી પ્લેન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલી સી-પ્લેન સેવા પુનઃજીવિત કરવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન વિભાગે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતના 11 મહિના બાદ સી પ્લેન પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. જ્યાં અમદાવાદ સહિત 16 રૂટ પર સી-પ્લેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે, જે અંતર્ગત ગુરુવારે નવું સી-પ્લેન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું હતું. લક્ષદ્વીપ ટાપુ સુધી સી પ્લેન સેવા શરૂ કરવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેની જવાબદારી સ્પીજેટ એરલાઈન્સને સોંપવામાં આવી છે.
આ સાથે ગુજરાતમાં જુદા જુદા તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવશે. જેનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. જ્યાં સાબરમતી નદીથી રિવર ફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત દ્વારકા સુધીના વિવિધ રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબ કે અમદાવાદમાં બંધ કરાયેલી સી પ્લેન સેવા ફરી શરૂ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે 2020માં વડાપ્રધાને સાબરમતી નદી પર સી પ્લેન સેવા શરૂ કરી હતી જે એક વર્ષ સુધી ચાલી હતી. ત્યારબાદ સી પ્લેન સેવા ખોરવાઈ ગઈ અને બંધ કરી દેવામાં આવી. સેવા ફરી શરૂ થવાની શક્યતા છે. અને જો તે સેવા યોગ્ય રીતે ચાલે તો વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ સફળ થઈ શકે છે.
આ પણ વાંચો: કેવડિયા માટે સી પ્લેન સેવાઓ એપ્રિલ 2021થી સ્થગિત : ગુજરાત સરકાર
આ પણ વાંચો: ચૂંટણીલક્ષી ઉડાન, સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનની સર્વિસ ફરી શરૂ
આ પણ વાંચો: ગુજરાતીઓને દિવાળીને ભેટ એવી “સી પ્લેન” સેવા એક મહિનામાં જ ડચકા ખાઈ રહી છે