- રાજ્યની તિજોરીને પણ કોરોનાનું ગ્રહણ
- વેરાની મળવાપાત્ર આવકમાં 31 ટકા ઘટાડો
- કેન્દ્ર દ્વારા રાજ્યને મળતાં હિસ્સામાં પણ ઘટાડો
- રાજ્યને મળતાં હિસ્સામાં થયો 41 ટકા ઘટાડો
- ગતવર્ષની તુલનાએ આવકમાં 14 ટકા ઘટાડો
- જો કે કોરોના કારણ ખર્ચમાં પણ 14 ટકા ઘટાડો
- આ વર્ષે આવક નહીં આવે તો આર્થિક સ્થિતિ વિકટ
દેશમાં કોઇ ક્ષેત્ર એવું નથી કે જેને કોરોનાની આર્થિક અસર થઇ નથી. ગુજરાતમાં પણ બે વર્ષથી વણથંભ્યા આગળ વધેલાં કોરોનાનાં કારણે રાજ્યસરકારની તિજોરી પર વિપરિત અસર થઇ છે. જો આગામી સમયમાં કેન્દ્ર દ્વારા મળવાપાત્ર રકમ ગુજરાતને નહીં મળે તો ગુજરાત સરકારની આર્થિક સ્થિતિ વિકટ બની શકે છે.
Good News! / જૂનમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યામાં થશે સુધારો, નવા કેસ-મૃત્યુદરનાં ગ્રાફમાં થશે ઘટાડો
ગુજરાતમાં બે વર્ષથી કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિના કારણે સરકાર – વહીવટીતંત્ર અને પ્રજા પર તેની વિપરિત અસર થઇ છે. જેમાં ગુજરાત સરકારની તિજોરીને પણ કોરોનાનું ગ્રહણ લાગતાં વેરાની મળવાપાત્ર આવક ઉપરાંત કેન્દ્ર તરફથી રાજ્યને મળવાપાત્ર હિસ્સામાં ઘટાડો થયો છે. રાજ્યની તિજોરીમાં થતાં ખર્ચમાં સૌથી વધુ ખર્ચ આરોગ્યવિભાગમાં થયો હોવાનું તારણ પણ બહાર આવ્યું છે. ગુજરાતસરકારના બજેટમાં વર્ષ-2020-21માં 2 લાખ 07 હજાર 703 કરોડ આવકનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જેની સામે સરકારની તિજોરીમાં વાસ્તવિક 1 લાખ 77 હજાર 792 કરોડ આવક થઇ હતી. એટલે કે બજેટના અંદાજ કરતાં સરકારની તિજોરીમાં 14 ટકા આવકમાં ઘટાડો થયો હતો. આ જ રીતે ખર્ચની વાત કરીએ તો વર્ષ-2020-21માં 2 લાખ 06 હજાર 459 કરોડ ખર્ચના અંદાજ સામે વાસ્તવિક રીતે 1 લાખ 76 હજાર 559 કરોડ ખર્ચ થયો હતો. જે યોગાનુંયોગ આવકના પ્રમાણમાં સરભર થાય છે. પરંતુ રાજ્ય દ્વારા વસૂલાતાં વેરા અને કેન્દ્ર દ્વારા રાજ્યમાંથી વસૂલાતાં વેરામાંથી રાજ્યને મળવાપાત્ર વેરામાં થયેલાં ઘરખમ અનુક્રમે 31 અને 41 ટકા ઘટાડાના કારણે રાજ્યની તિજોરીને વિપરિત અસર થઇ છે.
ઉના: અસરગ્રસ્ત વિસ્તારોમાં 5 હજાર રાશન કીટોનું વિતરણ કરી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાએ મોદી સરકારના સાત વર્ષના સુશાસનની ઉજવણી કરી
આગામી સમયમાં કેન્દ્ર દ્વારા અને રાજ્યની વસૂલાતમાં મળવાપાત્ર વેરાની રકમ ગુજરાત સરકારની તિજોરીમાં નહીં આવે તો તિજોરીમાં તૂટ પાડવાનું મનાય છે. ત્યારે હવે કોરોનાના પગલે લાગેલાં નિયંત્રણ દૂર થાય અને વેપાર-ધંધા-વ્યવસાય અને ઉદ્યોગોમાં ગતિ આવે તો જ ગુજરાતની આર્થિક સ્થિતિ સુધરી શકે મ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 4-જૂન-એ વધુ એક વાર મીની લોકડાઉન અને રાત્રિ કરફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે રાજ્યની આર્થિકસ્થિતિ સુધારવાની સાથે પ્રજાને આવક રળવાની તક સાંપડે તે હેતુ નિયંત્રણમાં વધુ મુક્તિ આપવાની ગુજરાતની પ્રજા પણ ઇચ્છે છે..ત્યારે 4-જૂને પૂર્ણ થતી મુદતના પગલે આખરી નિર્ણય પર સૌની નજર રહેશે.