રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટો છ્વાયો વરસાદ(rain) પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. તો ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત(gujarat)માં પણ 2 દિવસ વરસાદ(rain)ની આગાહી કકરવામાં આવી છે. તો સાથે અમદાવાદ(ahmedabad) અને ગાંધીનગર(gandhinagar) ખાતે પણ વરસાદ(rain)ની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતનાં સુરત, વલસાડ, નવસારી, તાપી જીલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર ના અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં પણ વરસાદ પડશે. અમદાવાદ,ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ને પગલે 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જો કે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરાઇ છે. એ સંજોગોમાં હાલ તો સ્થિતિ નકારાત્મક લાગી રહી છે. ગુજરાતમાં હજુય વરસાદની ઘટ છે. સીઝનનો માત્ર 8.14 ઇંચ જ વરસાદ થયો છે. ગુજરાતમાં જૂન મહીનાની શરૂઆતમાં અને પછી મધ્યમાં જે રીતે વરસાદ પડ્યો હતો. ત્યાર પછી એવું લાગતું હતું કે આ વખતે ચોમાસું ધમાકેદાર હશે. પરંતુ ચોમાસાની શરૂઆત બાદ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ તો જાણે ગાયબ જ થઇ ગયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે.
રાજકીય / દ્રૌપદી મુર્મુ ગુજરાતમાં કોંગ્રેસની “ખામ થીયરી”ને આપી શકે છે મોટો ફટકો, જાણો કેમ ?