ટેસ્ટ રેકિંગમાં ઓસ્ટ્રેલિયાનાં સ્ટીવ સ્મિથ અને ભારતનાં વિરાટ કોહલીને પાછળ છોડી ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સન નંબર વનનો તાજ પહેર્યો છે. કેન વિલિયમ્સને કહ્યું છે કે, આઇસીસી વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં સ્ટીવ સ્મિથ અને ભારતનાં વિરાટ કોહલીને પાછળ છોડી દેવું ખુશીની વાત છે.
કેન વિલિયમસને ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન સ્ટીવ સ્મિથને ટોચની સ્થિતિથી નીચે સરકીને નંબર-1 પોઝિશન મેળવ્યો છે. આઇસીસીએ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કેન વિલિયમસનએ કહ્યું કે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ સર્વશ્રેષ્ઠ છે. મારુ તેમના કરતા આગળ વધવું ખૂબ હેરાન કરતુ અને આશ્ચર્યજનક છે. આ ખેલાડીઓ દર વર્ષે આગળ વધી રહ્યા છે. કેન વિલિયમ્સને પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી અને આ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. કીવી ટીમે આ મેચ 101 રનથી જીતી લીધી હતી. કેન વિલિયમસન 2015 બાદ પ્રથમ વખત બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર છે. સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલી ગયા વર્ષથી ટોચ પર છે. કેન વિલિયમ્સન પાસે 890 રેટિંગ પોઇન્ટ છે જ્યારે કોહલીનાં 879 અને સ્મિથનાં 877 પોઇન્ટ છે. વિલિયમ્સને વધુમાં કહ્યું કે, તમે તમારી ટીમ માટે બને તેટલું કરવા માંગો છો. જો તમે તમારી ટીમ માટે વધુ કરી શકો, તો તેની અસર રેન્કિંગનાં રૂપમાં જોવા મળે છે.
આપને જણાવી દઈએ કે, વિલિયમ્સન (890) એ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની 101 રનની જીત દરમિયાન 129 અને 21 રન બનાવ્યા હતા, જેનાથી તેને 13 રેટિંગ પોઇન્ટ મળ્યા હતા, જેણે તેને વર્ષનાં અંતે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર રાખવામાં મદદ કરી હતી. વળી સ્ટીવ સ્મિથે ભારત સામે મેલબોર્ન ટેસ્ટમાં શૂન્ય અને આઠ રન બનાવ્યા હતા. આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલી (879) બીજા સ્થાને છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…