સુરતમાં જર્જરિત મિલો જીવતા બોમ્બ સમાન બની છે. પાંડેસરા જીઆઈડીસીમાં જર્જરિત 175 ડાઈંગ મિલોનું સ્ટ્રક્ચર નબળુ હોવાનો SMCનો રિપોર્ટ સામે આવ્યો છે. મિલોનું માત્ર નબળુ સ્ટ્રક્ટર જ નહીં પરંતુ ફાયર સેફ્ટીનો અભાવ પણ હજારો કારીગરો માટે જીવનું જોખમ સમાન છે.
આ જર્જરિત મિલોમાં મોટી હોનારત પણ થઈ શકે છે. હજુ તો તક્ષશિલા અગ્નિકાંડની દુઃખદ ઘટના ભુલાઈ નથી ત્યા સુરતમાં જીવતા બોમ્બ સમાન આ ઈમારતો વધુ કોઈ દુર્ઘટના સર્જે તેની જાણે રાહ જોવાઈ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે.
સુરતમાં ઘણા સમયથી મિલોની હાલત એટલી હદ સુધી ખરાબ થઇ ચુકી છે કે જે હવે જીવતા બોમ્બ સમાન બની ગઇ છે. અહી માત્ર નબળુ સ્ટ્રક્ચર જ નહી પણ ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળ્યો હતો. સુત્રોનાં જણાવ્યા અનુસાર કોઇ મોટી દુર્ઘટના આવતા સમયમાં થાય તો તેને પહોચી વળવા અહી કોઇ વિકલ્પ જોવા મળ્યો નહતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.