હિંમત/ સુરતના વેપારીએ હિંમત કરી પોલીસ ફરિયાદ નોંધાવી : પોલીસે હનીટ્રેપનાં આરોપીની કરી ધરપકડ

ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારી ને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી.

Top Stories Surat
વેપારી

સુરતના વરાછા મીનીબજારના ફરસાણના વેપારી ને ડભોલી બોલાવી હનીટ્રેપમાં ફસાવાયા હતા. ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારી ને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી. સિંગણપોર પોલીસે ગુનો નોંધી ૨ મહિલા સહિત ૬ની અટક કરી હતી

મળતી વિગત અનુસાર સુરતના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ હપાભાઈ લુખી મીનીબજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે. પંદરેક દિવસ પહેલાં તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો . ભરતભાઇએ ” HI ” કરીને મેસેજ મોકલતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બ હોવાનું જણાવ્યું હતુ . ત્યારબાદ આ યુવતી ભરતભાઇને સ્વામિનારાણના મેસેજ મોકલવા લાગી હતી. બંને વચ્ચે વોટસએપ પર નિયમિત વાતચીત થતી હતી . વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા. દરમિયાન ગત તા.૭ મીએ બપોરે તે યુવતીએ ભરતભાઇને “કોલ મી” નો મેસેજ કર્યો હતો. જેથી ભરતભાઇએ વોટ્સએપ કોલ કરતા ખુશ્બએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ. બપોરે ૧ વાગ્યે વોઇસ રેકોર્ડિંગ મોકલીને પણ ખુશ્બએ નાસ્તો લઇને આવવાની વાત કરી હતી. ખુશ્બએ ભરતભાઇને ડભોલી રોડ ખાતેમનિષનગર માર્કેટ ખાતે આવી કોલ કરવાનું કહ્યું હતુ. જેથી ભરતભાઇ ખોડિયાનગરથી નાસ્તો લઇ બપોરના બે વાગ્યે મનિષ નગર પહોંચ્યા હતા.

યુવતીએ ફ્લેટમાં લઇ જઇ સોફા પર ભરતભાઇને બેસાડ્યા હતા. ત્યારબાદ યુવતીએ ખભે હાથ મુકી ભરતભાઈને બીજા રૂમમાં લઇ ગયા હતા. અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી ભરતભાઈ સાથે શારીરિક અડપલાં કરવા લાગી હતી. આ દરમિયાન બે યુવકોએ રૂમમાં ઘૂસી આવ્યા હતા . તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ વધુ બે યુવકો બે રૂમમાં ઘૂસ્યા હતા. તેઓએ ભરતભાઇને એલફેલ બોલી માર માર્યો હતો. જોકે આ વેપારી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તમામની અટકાયત કરી હતી. જોકે પકડાયેલ ગેગની મહિલા બળાત્કારનો કેસ કરવાની પણ ધમકી આપી હતી. ઠગ ટોળકીએ બ્લેકમેલ કરી બળાત્કારનો પોલીસ કેસ કરવાની ધમકી આપી સમાધાન પેટે રૂપિયા માંગ્યા હતા. ગભરાઇને ભરતભાઇએ ૧૦ હજાર આપી દીધા હતા. ત્યારબાદ વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી.

આ મામલે ભરતભાઇએ ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી હનીટ્રેપ કરતી ટોળકીના જયશ્રી ઉર્ફે પાયલ , અસ્મિતા , દર્શન , આકાશ , ભોલુ , અને રાહુલને અટકાયતમાં લીધા હતા. આ ટોળકીએ અન્યોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને આશંકા છે.

આ પણ વાંચો:AAP અધ્યક્ષનાં પાર્ટીને “જયરામ”, ભાજપની ગાડીમાં થયા સવાર

આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં હત્યા, ગાઝિયાબાદનો રહેવાસી હતો પીડિત કાર્તિક