સુરત શહેરમાં જ્યારથી સિગ્નલ સિસ્ટમની શરૂઆત થઈ છે અનેક જગ્યાએ ટાઈમિંગના મિસ મેનેજમેન્ટના કારણે શહેરીજનોને હાલાકી થઈ રહી છે. સિગ્નલ સિસ્ટમના મિસ મેનેજમેન્ટના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે હવે ટ્રાફિકથી બચવા સુરતીઓએ નવો દેશી જુગાડ અપનાવ્યો છે, સુરતના પર્વત પાટિયા વિસ્તાર પાસે બીઆરટીએસના સ્ટેશનમાંથી લોકો વાહન લઇ જતા નજરે પડ્યા
શહેરમાં ટ્રાફિક સિગ્નલનો ચુસ્ત અમલ શરૂ થતા ટ્રાફિક સમસ્યાઓ વધી રહી છે, ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળે છે, ત્યારે સુરતમાં હવે લોકો અવનવી તકનીક અપનાવતા જોવા મળ્યા, સુરતમાં આવેલા પર્વત પાટિયા વિસ્તાર પાસે ટ્રાફિકથી બચવાં લોકો બીઆરટીએસના સ્ટેશનમાંથી ગાડી દોડાવી રહ્યા છે, પર્વત પાટિયા ખાતે આવેલા સમ્રાટ વિદ્યાલય બીઆરટીએસ સ્ટેશનમાં લોકો બાઈક લઈને પ્રવેશ્તા નજરે પડી રહ્યા છે, રસ્તા પર ભારે ટ્રાફિક સર્જાતા લોકો હવે બીઆરટીએસના સ્ટેશનની અંદરથી વાહન દોડાવતા થયા છે, ત્યારે બાઈક લઈને જતા લોકો નો વિડીયો વાયરલ હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વત પાટિયા વિસ્તારમાં ટ્રાફિકને લઈ ભીડ સર્જાતા લોકોએ નવો જુગાડ અપનાવતા નજરે પડ્યા હતા, સુરતના લોકોમાં ટ્રાફિક પાલન અંગે બેદરકારી દેખાતી હતી. લોકો આડેધડ વાહનો ચલાવે છે. જેથી શહેરમાં ટ્રાફિક સિગ્નલોને અમલમાં લાવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની આ કામગીરી પોકળ સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી
આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો