અમેરિકાએ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટની બહાર આતંકવાદી હુમલાનો જવાબ ડ્રોન હુમલા દ્વારા આપ્યો હોય પરંતુ તાલિબાનનો ભય સતત વધી રહ્યો છે. હવે એવા અહેવાલ મળ્યા છે કે અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 દરવાજાનો નિયંત્રણ તાલિબાનને સોંપી દીધો છે, ત્યારબાદ તાલિબાન લડવૈયાઓએ એરપોર્ટ ખાલી કરવાનું કામ શરૂ કરી દીધું છે.
રવિવારે આ માહિતી આપતા ગ્રુપ ઓફિસર ઈનહમુલ્લાહ સામંગાનીએ જણાવ્યું હતું કે, યુએસ સૈનિકો હવે એરપોર્ટના એક નાના ભાગને નિયંત્રિત કરે છે, જેમાં એરપોર્ટની રડાર સિસ્ટમ સ્થિત છે , અધિકારીએ જણાવ્યું કે તાલિબાને લગભગ બે સપ્તાહ પહેલા એરપોર્ટના મુખ્ય દ્વાર પર વિશેષ દળોનું એકમ તૈનાત કર્યું હતું, જે એરપોર્ટની સુરક્ષા અને ટેકનીકલી જવાબદારી સંભાળવા માટે તૈયાર હતા.
અમેરિકાએ એરપોર્ટ ગેટનું નિયંત્રણ તાલિબાનને સોંપી દીધું હતું થોડા દિવસો બાદ આઇએસઆઇએસ-કે આતંકવાદીઓએ 26 ઓગસ્ટના રોજ સુવિધાના પૂર્વ દરવાજા પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 170 અફઘાન અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા., એક તાલિબાન અધિકારીએ અહેવાલ આપ્યો હતો કે જૂથના વિશેષ દળો, અને ટેકનીકી વ્યાવસાયિકો અને લાયક ઇજનેરોની ટીમ યુએસ સૈનિકો ગયા પછી એરપોર્ટનો હવાલો સંભાળવા માટે તૈયાર છે.