રાજકોટમાં કોર્પોરેશન દ્વારા રૂા.340 કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે હવે કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા બાકીદારો પર ધોસ ઉતારવામાં આવી રહી છે. આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટેક્સ બ્રાન્ચે 37 બાકીદારોની મિલકતને સીલ કરી દીધી હતી. જ્યારે 18 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી. બપોર સુધીમાં રૂા.53.44 લાખની વસૂલાત થવા પામી છે.
આ પણ વાંચો:નિધન / ‘કહો ના પ્યાર હૈ’ ગીત લખનાર ગીતકાર ઇબ્રાહિમ અશ્કનું કોરોનાથી મોત
આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત વોર્ડ નં.1માં 150 રીંગ રોડ પર ધ સ્પાયર બિલ્ડીંગમાં બે મિલકત, શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં એક મિલકત સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.7માં લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટ બિલ્ડીંગમાં 7 ભાડુંઆતની મિલકતને સીલ કરવામાં આવી હતી. કડીયાનવ લાઇનમાં યોગી સ્મૃતિ બિલ્ડીંગમાં 4 મિલકત, વોર્ડ નં.8માં ઇમ્પીરીયલ હાઇટ્સમાં બે મિલકત, ચંદ્રપાર્ક સોસાયટીમાં 3 મિલકત, ચિત્રકૂટ સોસાયટીમાં અક્ષર એએક્સસીમાં એક મિલકત, વોર્ડ નં.9માં રૈયા રોડ પર નક્ષત્ર-7માં 3 મિલકત, ગુણાતીત નગર-1માં એક મિલકત, સુપર કોમ્પ્લેક્સમાં એક મિલકત સીલ કરવામાં આવી છે. વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર અશ્ર્વમેઘ એપાર્ટમેન્ટમાં 4 મિલકત સીલ કરવામાં આવી હતી. આજે સેન્ટ્રલ ઝોનમાં 17 અને વેસ્ટ ઝોનમાં 20 સહિત કુલ 37 મિલકતો સીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:હેલ્થ અપડેટ / જાણો, હવે કેવી છે લતા મંગેશકરની તબિયત, સામે આવ્યું મોટું અપડેટ
જ્યારે વોર્ડ નં.4માં મોરબી રોડ પર વેલનાથપરા વિસ્તારમાં એક મિલકતને, રઘુવીર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે મિલકતને, વોર્ડ નં.17માં જયવેબ્રિજ અને સ્ટાર ઇન્ડસ્ટ્રીને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં 3 મિલકત અને વેસ્ટ ઝોન 4 મિલકત અને ઇસ્ટ ઝોનમાં 11 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી. બપોર સુધીમાં વેરા પેટે રૂા.53.44 લાખની વસૂલાત થવા પામી છે.