દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરે સ્મશાનગૃહમાં મોતનાં ઢગલા કરી દીધા છે. આ એક મહામારીએ એવુ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે, જે એક પછી એક લોકોનો મોતથી ભેટો કરાવી રહી છે. આજે આ મહામારીનાં કારણે સરકાર અથવા ખાનગી હોસ્પિટલો ફૂલ છે, જો આ વાયરસથી મોત થાય છે તો અંતિમધામ કહેવાતુ સ્મશાનગૃહ પણ આજે ફૂલ થઇ ગયુ છે. કઇક આવા દ્રશ્યો બેંગલુરુથી સામે આવ્યા છે.
અફવા કે હકીકત / શું ખરેખર 5G ટાવરનાં ટેસ્ટિંગથી ફેલાય છે કોરોના? જાણો શું કહે છે WHO
કોરોના વાયરસની બીજી લહેર સામે સમગ્ર દેશ લાચાર દેખાઇ રહ્યો છે. દેશમાં દરરોજ લાખો કોરોના કેસ આવી રહ્યા છે અને હજારો લોકો મરી રહ્યા છે. કોરોના વાયરસનાં આ વધેલા કેસોએ હોસ્પિટલો, મુર્દાઘરો અને સ્મશાનગૃહો પર કામનો ભાર વધાર્યો છે. હોસ્પિટલોમાં પથારી નથી, મુર્દાઘરો અને સ્મશાનસ્થળોમાં અંતિમ સંસ્કાર માટેની જગ્યા નથી. કોરોના દ્વારા થતાં મૃત્યુને કારણે શબનાં ઢગલા થઈ ગયા છે, તેથી ઘણા સ્મશાનઘાટોમાં જગ્યાની અછત છે. આવા જ એક કિસ્સામાં, કર્ણાટકનાં ચામરાજપેટ સ્થિત એક સ્મશાનભૂમિનાં અધિકારીઓએ મૃતદેહનાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ન હોવાના કારણે સ્મશાનગૃહની બહાર “હાઉસ ફૂલ” નું સાઇનબોર્ડ લગાવી દીધું હતું. આ સ્મશાનગૃહમાં આશરે 20 જેટલા મૃતદેહોનું અંતિમ સંસ્કાર કરી શકાય છે, અહીં એક બોર્ડ લગાવી દેવાયું છે અને કહેવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર માટે વધુ કોઈ લાશ લેવામાં આવશે નહીં. બેંગલુરુ શહેરમાં 13 સ્મશાનગૃહો છે અને તાજેતરમાં કોવિડ-19 કેસોમાં થયેલા વધારાને કારણે અહી હવે જગ્યા પણ બચી નથી.
બ્રેકિંગ ન્યૂઝ / બિલ ગેટ્સે 27 વર્ષ જુના પોતાના લગ્ન જીવનનો અંત લાવવાનો લીધો નિર્ણય
કર્ણાટક સરકારે બેંગલુરુની આસપાસ શબોને દફન માટે જમીન તરીકે ઉપયોગ કરવા માટે 230 એકર જમીન ફાળવી છે. જેથી શબોને દફનવિધિ કરવામાં જમીન ખૂટી ન પડે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં સોમવારે કોરોના વાયરસનું સંક્રમણે 239 દર્દીઓનાં મોત થવાથી આ મહામારીથી મોતને ભેટેલા લોકની સંખ્યા વધીને 16,250 થઇ ગઇ છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કોરોનાનાં 44,438 નવા કેસો સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 16 લાખથી વધુ થઇ ગઇ છે. સ્મશાનથી ભરેલી સ્થિતિને જોતા સરકારે પરિવારનાં માલિકીનાં ખેતરો અને પ્લોટમાં અંતિમ સંસ્કારની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર રવિવારે કર્ણાટકમાં કોરોનામાં 37,733 તાજા સંક્રમણો બાદ 16 લાખનો આંકડો પાર કરી દીધો છે, જ્યારે 217 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. સ્થિતિ એવી બની છે કે દિવસેને દિવસે કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે લોકો પોતે સમજે અને સરકારની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે હવે ખૂબ જરૂરી બન્યુ છે.