Bomb Threat/ અમદાવાદની સ્કૂલોને ધમકી આપનાર છે ‘તૌહીદ વોરિયર’

અમદાવાદમાં દિલ્હીની જેમ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા મેઇલ મળ્યા છે. પોલીસે આ ધમકીનો ભોગ બનેલી ત્રણેય સ્કૂલોને ત્યાં જઈ તપાસ શરૂ કરી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 16 અમદાવાદની સ્કૂલોને ધમકી આપનાર છે 'તૌહીદ વોરિયર'

Ahmedabad News: અમદાવાદમાં દિલ્હીની જેમ સોળેક સ્કૂલને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા મેઇલ મળ્યા છે.  પોલીસે આ ધમકીનો ભોગ બનેલી બધી સ્કૂલોને ત્યાં જઈ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં રશિયન સર્વર પરથી ધમકીવાળો મેઇલ આવ્યો હોવાનું માલૂમ પડ્યુ છે.   રશિયન સર્વરમાંથી મોકલવામાં આવેલો આ મેઇલ અરબી ભાષામાં હોવાનું માલૂમ પડ્યું છે.

ઇ-મેઇલ મોકલનાર વ્યક્તિએ તેની ઓળખ તૌહીદ વોરિયર તરીકે આપી છે. તેણે શહેરભરમાં ઇતિશાદી દ્વારા હુમલાની ચેતવણી આપી હતી. તેના સંદેશામાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ કરવાની વાત કરી હતી અને વિરોધ કરનારને હિંસાની ધમકી આપી હતી. હવે આ તૌહીદ વોરિયર કોણ છે તેની તલાશમાં પોલીસ લાગી ગઈ છે.

પોલીસ તપાસમાં આ મેઇલ   પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. એસઓજી સહિતની ટીમ સ્કૂલો પર પહોંચી હતી. દિલ્હીમાં મળેલી ધમકીની તપાસ કરવામાં આવતા તે ધમકી પોકળ નીકળી હતી.  અમદાવાદની અમૃત સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને ઘાટલોડિયોની આનંદનિકેતન સ્કૂલને આ ધમકી મળી છે. આ ઉપરાંત ગુરુકુળની એશિયા સ્કૂલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પરની કોસ્મોસ ઇન્ટરનેશનલ સ્કૂલ, શાહીબાગના કેન્ટોનમેન્ટના કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવા સહિતની સ્કૂલો અંગે ધમકી મળી હતી.

મેઇલથી બોમ્બ ધડાકા કરવાની ધમકી આપી હતી. બીડીડીએસ સહિત તમામ એજન્સીઓે તપાસ શરૂ કરી દીધી છે. લોકોને ન ગભરાવવા જણાવાયું છે. તેની સાથે જણાવાયું છે કે આ એક પોકળ ધમકી છે. આમ છતાં પણ પોલીસે સાવધાનીના ભાગરૂપે બધી જ સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મોકલીને ચકાસણી કરવાનું મુનાસિબ માન્યું છે. જો કે મતદાન પહેલા મળેલી ધમકીએ અમદાવાદીઓના જીવ ઉચાટમાં લાવી દીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે

આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ