વેરાવળ/ ત્રણ માળનું મકાન તાશના પત્તાની જેમ થયું ધરાશાયી, માંડ બચ્યા બે પરિવારના સભ્યો

મકાન ધરાશાયી થતા ઘરવખરી, દાગીના બધું દટાઇ ગયું. રવિવારના બજાર બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વેરાવળ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે…

Gujarat Others
A 333 ત્રણ માળનું મકાન તાશના પત્તાની જેમ થયું ધરાશાયી, માંડ બચ્યા બે પરિવારના સભ્યો

વરસાદની સીઝન શરૂ થતાં જ રાજ્યમાં મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. વેરાવળમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બે પરિવાર માંડ બચ્યા છે. વેરાવળમાં મુખ્ય બજારની ધાણી શેરીમાં દુર્ઘટના બની છે. જેનો લાઈવ વિડીયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મકાન ધરાશાયી થતા ઘરવખરી, દાગીના બધું દટાઇ ગયું. રવિવારના બજાર બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વેરાવળ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવ્યો હતો. જૈન હોસ્પિટલ રોડ પર આવેલ મારાજના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારમાં આ ઘટના બની હતી. બાબુભાઇ જેઠાભાઇ માલમડીની માલિકીનું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.

A 334 ત્રણ માળનું મકાન તાશના પત્તાની જેમ થયું ધરાશાયી, માંડ બચ્યા બે પરિવારના સભ્યો

આ પણ વાંચો : આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી

ધાણીશેરી જુની સેલટેકસવાળી ગલીમાં પ્રિન્ટીંગ પ્રેસ જુનો પાડી કોઇ મંજુરી વગર જેસીબીથી 10 થી 15 ફુટ ખાડો ખોદેલો હતો. જેથી તેની બાજુમાં ત્રણ માળનું બિલ્ડીંગ તા. 17 ના રોજ નમી ગયું હતું. જેથી 12 સભ્યો પહેરેલ કપડે બહાર નિકળી ગયા હતા બાદ પોલીસમાં અરજી આપી હતી. તે મકાન આજે બપોરે 4 વાગ્યે ધડાકા ભેર તુટી પડતા પરિવારો બેધર બન્યા હતા. તમામ મરણમુડી તેમાં દટાઇ ગઇ હતી.

આપને જણાવીએ કે આ મકાન 17મી તારીખનાં રોજ નમી ગયું હતું. તેથી મકાન માલિકે આ અંગે પોલીસમાં અરજી પણ કરી હતી. જોકે, મકાન નમી પડતા ઘરનાં તમામ સભ્યો ઘરની બહાર આવી ગયા હતા. અને બીજા દિવસે 18મી તારીખે બપોરે આ મકાન ધરાશાયી થયું હતું.

A 335 ત્રણ માળનું મકાન તાશના પત્તાની જેમ થયું ધરાશાયી, માંડ બચ્યા બે પરિવારના સભ્યો

આ પણ વાંચો : રીંગણના ભાવ ગગડતા થાનના ચોરવીરાના ખેડૂતે ટ્રેક્ટર ભરીને રીંગણ ફેંકી દીધા

મકાન પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. આખી ગલીમાં ઇમલો પડતા લાઇટ બંધ થઇ ગઇ હતી. ફાયર ફાઇટરના કર્મચારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, બાકીનો ભાગ પાડી નાખ્યા બાદ ઉપાડવાની કામગીરી શરૂ થશે. આ મકાનની પાછળ બીજા મકાનો આવેલા છે. તેને પણ ખાલી કરી દેવાની જાણ કરી દેવાઇ છે.

પાંચ કલાક સુધી નગરપાલિકા પ્રમુખ કે ચુટાયેલા નગરસેવકો આવેલ ન હોવાથી પરિવારજનો તેમજ રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પોલીસ તંત્રએ જણાવ્યું હતુ કે, બન્ને પક્ષને બોલાવ્યા છે. સાંભળીને નિર્ણય લેવામાં આવશે. શહેરની આવી અનેક બિલ્ડીંગો માટે કલેકટરે કડક કામગીરી કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો :  રાજકોટમાં ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવ્યું.