ભારતની રાજનીતિમાં ‘અટલ’ અમર નેતાઓમાંનાં એક છે. ભારતનાં સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અને ભાજપનાં સ્થાપકોમાંનાં એક એવા અટલ બિહારી વાજપેયીજી પોતાની નીતિ રીતી અને આચરણનાં કારણે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં અને ફક્ત ભાજપમાં જ નહી દેશભરની રાજકીય પાર્ટી અને પ્રજામાં આદરણીય છે. ઉલ્લેખનીય છે કે અટલ જી નો જન્મદિવસ અટલ જીની પ્રતિભાને અનુરુપ કહી શકાય તેવી રીતે તેમનો જન્મદિવસ સુશાસન દિન તરીકે ઉજવાશે તેવી સરકાર અને ખાસ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
Politics / મિશન બંગાળ – તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની …
આજે એટલે કે 25 ડિસેમ્બર છે પૂર્વવડાપ્રધાન વાજપેયીજીનો જન્મદિવસ છે. સુશાસનનાં પ્રણેતા એવા અટલ જીને સાચી શ્રધ્ધાંજલી આપતા પીએમ કિસાન સન્માનનિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે. દેશના 9 કરોડ કિસાનોના ખાતામાં 18 હજાર કરોડ જમા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 કલાકે દેશના ખેડૂતોને સંબોધશે.
Pollution / પ્રદુષણ કોરોનાથી પણ અત્યંત ઘાતક, એક વર્ષમાં 16.70 લાખ લોકોનો…
ગુજરાતમાં પણ સુશાનદિન નિમિત્તે ભાજપ આયોજીત અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવશે. રાજ્યનાં 248 તાલુકામથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સીએમ રૂપાણી વિડિયો કોન્ફરન્સથી કિસાન શક્તિનું માર્ગદર્શન આપશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ મહેસાણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંડળના અન્ય સભ્યો પણ વિવિધ જિલ્લામાં હાજર રહેશે. અગાઉ 25 ડિસે. 11 કલાકે મુખ્યમંત્રી સંબોધન પણ કરશે. સુશાસનદિન નિમિત્તે મહાત્મામંદિર-ગાંધીનગરમાં કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…