Gujarat News : આદિવાસી સમાજના લોકો દ્વારા નવા વર્ષના દિવસે વહેલાને ઉઠી ગાયોને અલગ-અલગ રંગથી સુશોભિત કરતા હોય છે. જેમ લગ્ન પેહલા કન્યાને સજાવામા આવે છે. તેમ ગાયોને પણ કલર, મેહદી, પગ અને ગળામા ધુધરા સાથે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોરપંખ લગાવી સજાવવામા આવતી હોય છે. જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી, ઝાલોદ તથા લીમડીમા ઉજવાતા આ તહેવારમાં સૌ પ્રથમ ગામની અંદર આવેલા માતાજીના મંદીરે આરતી અને સ્તુતિ થયા બાદ ગાયોના ટોળા આવતા હોય છે.આ ટોળામાં ગાયોને ખુબજ મોટી સંખ્યામાં ગામના ચોકમાં દોડાવવામાં આવે છે.
ત્યાર બાદ ઢોલીના ઢોલના સથવારે લોકો પોતાની બાધા રાખેલા આદિવાસી ભાઈઓ દંડવત પ્રણામ કરીને જમીન પર ઉંધા સુઇને ગાય ગૌહરી પડે છે.ગાયના સમૂહ તેમના શરીર ઉપરથી પસાર થાય છે. આ પરંપરા વર્ષો થી ચાલતી આવે છે. જેમાં કોઈને આજદિન સુધી ઇજા અથવા ખરોચ પણ પડતી નથી. ત્યારે હજારોની સંખ્યામાં લોકો ગાય ગૌહરીને જોવા માટે આવે છે.
આ પણ વાંચોઃગુજરાતમાં વધ્યા આગના બનાવો, નવા વર્ષમાં થયું મોટું નુકસાન
આ પણ વાંચોઃજાણો ગુજરાતના કયા શહેરમાંથી મળી આવ્યો ઝીંકા વાયરસનો વધુ એક કેસ
આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડા ફોડ્યા બાદ ગુજરાત સહિત દેશભરમાં હવા બની ઝેરી, જાણો તમારા શહેરોની સ્થિતિ