Entertainment News: અજય દેવગન અને આર. માધવનની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ખૂબ જ ખતરનાક ટ્રેલર છે, જે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. ટ્વિટર અને યુટ્યુબ પર ‘શૈતાન’નું ટ્રેલર જોયા બાદ ચાહકો ફિલ્મના દિવાના થઈ ગયા છે અને વખાણ કરતા થાકતા નથી. કેટલાક ‘શૈતાન’ને ‘માસ્ટરપીસ’ કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને અજય દેવગન અને આર. માધવનની જોડીને ‘ડેડલી કોમ્બો’ ગણાવી રહ્યાં છે.
‘શૈતાન’ના બે મિનિટ 26 સેકન્ડના ટ્રેલરમાં એક પણ ક્ષણ એવી નથી કે જ્યાં તમે આંખ મીંચી શકો. જેથી ચાહકોને હાશકારો થયો છે. ‘શૈતાન’નું નિર્દેશન વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે અને તે 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં આર. માધવન કાળા જાદુનો અભ્યાસી છે અને અજય દેવગન પણ સાવ અલગ અવતારમાં જોવા મળ્યો છે.
Hell comes home with #Shaitaan #ShaitaanTrailer out now.
Taking over cinemas on 8th March 2024.@ActorMadhavan #Jyotika @imjankibodiwala #JyotiDeshpande @KumarMangat @AbhishekPathakk #VikasBahl @jiostudios @ADFFilms @PanoramaMovies @PanoramaMusic_ @PicturesPVR pic.twitter.com/orTAEIS4pR
— Ajay Devgn (@ajaydevgn) February 22, 2024
‘શૈતાન’માં અભિનેત્રી જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ છે. ટ્રેલર જોઈને લાગે છે કે આર. માધવન કાળો જાદુ કરે છે, અને અજય દેવગને તેની પુત્રીને તેના કાળા જાદુથી બચાવવાની છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલાએ અજય દેવગનની દીકરીનો રોલ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘શૈતાન’ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે. તે ફિલ્મ સુપરહિટ રહી હતી અને તેમાં જાનકી બોડીવાલી પણ હતી અને તેણે અદ્ભુત કામ કર્યું હતું. અજય દેવગણે માત્ર ‘શૈતાન’માં અભિનય જ નથી કર્યો, પરંતુ તે તેના નિર્માતા પણ છે.
આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…