જો તમે વિશ્વની વિરાટ પ્રતિમા SOU ની મુલાકાતે જઈ રહ્યાં છો તો હવે તમને સાંભળવા મળશે, હું છું કેવડીયાની આદિવાસી દીકરી અને તમે સાંભળી રહ્યાં છો, રેડિયો યુનિટી 90 FM. પ્રધાન મંત્રી PM નરેન્દ્ર મોદીનું વિશ્વની 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા SOU ઉપર UNITY RADIO નું સ્વપ્ન સાકાર થયું છે. ભારતના 75 માં સ્વાતંત્ર્ય પર્વ 15 ઓગસ્ટથી કેવડિયા રેડિયો સ્ટેશનની શરૂઆત થઇ ચુકી છે.
પરીવાર હતપ્રત / ઊનામાં 15 વર્ષના વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ
માત્ર 6 મહિનાના ટૂંકાગાળામાં જ કેવડિયા રેડિયો સ્ટેશન રેકોર્ડ બ્રેક ટાઈમ માં આકાર પામ્યું છે. અને અહીં સ્થાનિક આદિવાસી યુવક તેમજ યુવતીઓને પણ રેકોર્ડબ્રેક સમયમાં તાલીમબદ્ધ કરાયા છે. SOU ના પોતાના યુનિટી રેડિયો એફ.એમ.ના ટ્રાયલ રનની શરૂઆત કરી દેવામાં આવી છે અને ખુદ વડાપ્રધાને આ ને ગર્વની ક્ષણ ગણાવી આદિવાસી દીકરીઓને અભિનંદન પાઠવ્યા છે.
શાબ્દિક હુમલો / કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર પર શુ કર્યા પ્રહાર જાણો..
મનોરંજન ઓર મોજ કરાયે. વાણી સે જો વિકાસ લાયે. કેવડિયા કી સંસ્કૃતિ મેં સીંચે ગ્યાન ઔર પ્રેમ… સાંભળો તો સમજી લેજો તમે SOU માં એન્ટર થઈ ચૂક્યા છો. કેવડીયામાં હવે દેશ-દુનિયામાંથી આવતા પ્રવાસીઓને UNITY RADIO FM ઉપર સાંભળવા મળશે. એક ભારત શ્રેષ્ઠ ભારત, મનોરંજન ઓર મોજ કરાયે. વાણી સે જો વિકાસ લાયે. કેવડિયા કી સંસ્કૃતિ મેં સીંચે જો ગ્યાન ઔર પ્રેમ… રેડિયો યુનિટી 90 એફ.એમ.
વરસાદ,વાવણી અને ધરતીપુત્ર / રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય
યુનિટી રેડિયો લોન્ચિંગે, વડાપ્રધાનની શુભેચ્છા, મેરી આદિવાસી બેટીઓ કો બોહત બોહત બધાઇ : PM નરેન્દ્ર મોદી
મેરે દેશ કી ગાંવ કી આદિવાસી કન્યાઓ કા યે સામર્થ્ય, ઉનકી ક્ષમતા અભિભૂત કરને વાલી હે. મેં ઉન સભી બચ્ચો કો ઇતને કમ સમય ઉન્હોને જો મહારથ હાંસિલ કી હે, નયા પ્રોફેશનલીઝમ કો જોડા હે. મેં ઉન સભી કો પૂરે હૃદય સે, મેરી આદિવાસી બેટીઓ કો બોહત બોહત બધાઇ દેતા હું. તેવી શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપી હતી.
સૌ પ્રથમવાર આદિવાસી યુવક યુવતી બન્યાં રેડિયો જોકી
રેડિયો યુનિટી 90 એફ.એમ. ના ટ્રાયલ રનની શરૂઆત સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતી ગંગા તડવી, નીલમ તડવી અને ગુરૂ તડવી પ્રથમ વખત રેડિયો જોકી બની ગયા છે. આ ક્ષણને નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટએ અભિભૂત કરવા વાળી ગણાવી હતી.