જામીન મંજૂર/ કાળાબજારી કરનાર બે ડૉકટરને શરતી જામીન કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે

સુરતમાં શરતી જામીન મંજૂર કર્યાં કોવિડમાં સેવા આપવી પડશે ડોકટરોએ

Surat
surrrrrtcooooo કાળાબજારી કરનાર બે ડૉકટરને શરતી જામીન કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે

સુરતમાં કોરોનાની હાલત અતિ ગંભીર છે અહિયા ઓક્સિજન અને ઇન્જેકશનની અછતસર્જાઇ છે ત્યારે કાળાબજાર કરનારોએ શરમ નેવે મુકીને ઇન્જેકશનનાં કાળા બજારી કરી હતી આ તમામ આરોપીને પોલીસે પકડયા હતા. રેમડેસિવિરની કાળાબજારી કરનારા આરોપીઓને સુરત કોર્ટે અનોખી સજા આપી છે. સુરતમા ઇન્જેકશનની કાળાબજારી કરનારા 5 પૈકી 3 આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. જ્યારે 2 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જામીનમુક્ત થનારા બે ડોકટરોને  આરોપીઓએ નવી સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં 15 દિવસ કોરોના વોરિયર બનીને સેવા આપવાની રહેશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવિરની કાળાબજારી કરનારા કુલ 5 આરોપીઓ જેમાં બે ડોક્ટર ઉપરાંત આરોપી જેનિશ કાકડિયા, ભદ્રેશ નાકરાણી અને જૈમિશ જીકાદરાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ લોકો રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરીને પૈસા કમાવતાં હતાં.

જામીન મુક્ત થયેલા આરોપીઓ ડોક્ટર સાહિલ ઘોઘારી અને ડો. હિતેશ ડાભીએ 30મી એપ્રિલથી સિવિલ કોરોના વોર્ડમાં સેવા આપવાની રહેશે. બંને ડોક્ટરોએ 14મી મે સુધી એટલે કે 15 દિવસ રોજ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી કરવાની રહેશે. કોર્ટે આ માટે સિવિલ હોસ્પિટલના સીએમઓને તમામ જવાબદારી સોંપી છે.આરોપી ડોકટરોએ  સીએમઓનો આદેશ માની દરેક કામ કરવાનો રહેશે.