દિલ્હી કેપિટલ્સે રવિવારે સાંજે રમાયેલી મેચમાં પંજાબ સામે શાનદાર જીત પોતાના નામે કરી હતી. દિલ્હી કેપિટલ્સનાં ઓપનર શિખર ધવનની અણનમ 69 રનની ઈનિગ્સનાં દમ પર પંજાબને સાત વિકેટે હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા પંજાબ ટીમને છ વિકેટે 166 રનમાં રોકી દીધી હતી અને ત્યારબાદ 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 8 મેચોમાં દિલ્હીની આ છઠ્ઠી જીત છે અને ટીમ હવે 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલની ટોચ પર પહોંચી ગઈ છે. આ સાથે જ પંજાબ કિંગ્સને આઠ મેચોમાં પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ છ પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.
IPL 2021 / કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મયંકે 99 સામે ધવનની ફિફ્ટી પડી ભારે, DC એ સિઝનમાં બીજી વખત પંજાબટીમને કરી પરાજિત
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 માં, રવિવારનાં રોજ બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યુ હતુ, જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને સાત વિકેટથી હરાવ્યુ હતુ. આ બંને મેચ બાદ પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો હતો. દિલ્હી કેપિટલ્સની આઠ મેચમાં આ છઠ્ઠી જીત હતી અને ટીમે પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે ટોચ પર સ્થાન મેળવી લીધુ હતું. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બીજા સ્થાને આવી ગઈ છે. વળી, રાજસ્થાન રોયલ્સ વિજય પછી પાંચમા ક્રમે પહોંચી ગઇ છે.પ્રથમ મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં ત્રણ વિકેટે 220 રન બનાવ્યા હતા. જોસ બટલરે શાનદાર 124 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન સંજુ સેમસને 48 રનનું યોગદાન આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરને આ મેચમાં રમવાની તક મળી ન હોતી. આ મેચ પહેલા, વોર્નરની જગ્યાએ કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ મહત્તમ 31 રનનું યોગદાન આપ્યું હતું. આખી ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન બનાવી શકી હતી અને રાજસ્થાન રોયલ્સે 55 રનોથી અવિરત વિજય નોંધાવ્યો હતો.
ખોટનો સવાલ જ નથી / માનવતાના યજ્ઞમાં ભારતીય ક્રિકેટવીરો મોડા કેમ પડે છે ?
બીજી મેચમાં પંજાબ કિંગ્સે પણ તેમના નિયમિત કેપ્ટન વિના રમવાનું શરૂ કર્યું હતું. મયંક અગ્રવાલે કે.એલ. રાહુલની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી અને 58 બોલમાં 99 રનની શાનદાર ઇનિંગ્સ પણ રમી હતી. જોકે, તેને બીજા છેડેથી વધુ ટેકો મળ્યો ન હતો અને આખી ટીમ 20 ઓવરમાં છ વિકેટે 166 રન જ બનાવી શકી હતી. જવાબમાં દિલ્હી કેપિટિલ્સે 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને સાત વિકેટથી મેચ જીતી લીધી. શિખર ધવન 69 રને નોટઆઉટ રહ્યો હતો.