યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને 800 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, અમેરિકા યુક્રેનને 800 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, 9000 એન્ટી આર્મર સિસ્ટમ, 7000 નાના હથિયારો, 20 મિલિયન રાઉન્ડ, માનવરહિત એરિયલ સિસ્ટમ આપશે. સંરક્ષણ વિભાગ યુક્રેનિયન સૈન્યને સાધનો પ્રદાન કરશે. યુક્રેનને વધારાની સહાય પૂરી પાડવા માટે સહયોગીઓ અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખશે, એમ નિવેદનમાં જણાવાયું છે.
Today, @POTUS announced an $800M assistance package to help Ukraine defend their country against Russia’s unprovoked and unjustified invasion.
This brings the total U.S. security assistance committed to Ukraine to $1B in the past week and a total of $2B since @POTUS took office.
— The White House (@WhiteHouse) March 16, 2022
યુએસ પ્રમુખ જો બિડેનની જાહેરાત પહેલા, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુએસ સંસદને સંબોધિત કરી અને વધુ મદદ માટે અપીલ કરી.નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો આગ્રહ રાખવાને બદલે, ઝેલેન્સકીએ રશિયન આક્રમણને રોકવા માટે લશ્કરી મદદ માંગી. નોંધનીય છે કે વ્હાઇટ હાઉસે નો-ફ્લાય ઝોન જાહેર કરવાની ઝેલેન્સકીની વિનંતીને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
ઝેલેન્સકીએ પર્લ હાર્બર અને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.ઉલ્લેખનીય કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને 21 દિવસ થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. યુએન માનવાધિકાર એકમે જણાવ્યું હતું કે યુદ્ધમાં 691 નાગરિકો માર્યા ગયા હતા અને 1,143 ઘાયલ થયા હતા. જાનહાનિ આનાથી પણ વધુ હોઈ શકે છે.