IPL 2021/ રિવ્યૂનો ઉપયોગ હૈદરાબાદને પડ્યો ભારે બટલરને ફળ્યો, ફટકારી IPL ની પહેલી ધમાકેદાર સદી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 28 મી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કર્યો હતો જ્યાં તેમણે દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સતત ત્રીજી ઇનિંગમાં 200 થી વધુ રન બનાવ્યા હતા.

Sports
123 25 રિવ્યૂનો ઉપયોગ હૈદરાબાદને પડ્યો ભારે બટલરને ફળ્યો, ફટકારી IPL ની પહેલી ધમાકેદાર સદી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 28 મી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કર્યો હતો જ્યાં તેમણે દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સતત ત્રીજી ઇનિંગમાં 200 થી વધુ રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ મેચમાં ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો, જેના જવાબમાં રાજસ્થાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પ્રથમ બેટિંગ કરતા 220 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો.

IPL 2021 / સુપર સન્ડેમાં રમાયેલી બે મેચોએ પોઇન્ટ ટેબલમાં કર્યો મોટો ફેરફાર

રાજસ્થાન માટે આ મેચમાં તેમના ઓપનર જોસ બટલર (124) અને સંજુ સેમસન (48) એ શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ટીમને 220 રનનાં સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ સામેની મેચમાં જોસ બટલરે તેની આઇપીએલ કારકિર્દીની પ્રથમ ફટકારી હતી. જો કે જોસ બટલરની આ સદીની ઇનિંગ્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદનાં બોલર રાશિદ ખાન અને એમ્પાયરની ભૂલનો મોટો હાથ રહ્યો હતો નહી તો જોસ બટલર 7 રનનાં સ્કોર પર આઉટ થયો હોત. સનરાઇઝર્સ હૈદરાબાદનાં નવા કેપ્ટન કેન વિલિયમ્સને ત્રીજી ઓવરમાં બોલિંગ માટે તેના સૌથી પ્રખ્યાત લેગ સ્પિનર ​​રાશિદ ખાનને આ સિઝનમાં પ્રથમ વખત પાવરપ્લેમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલે રાશિદ ખાનનાં પહેલા બોલ પર ચાર રન બનાવ્યા, જ્યારે રાશિદે તે પછીનાં બોલ પર એલબીડબ્લ્યુની અપીલ કરી હતી. પરંતુ એમ્પાયર તેની અપીલ સાથે સંમત ન થયા, પણ રાશિદ ખાને આ સમયે ત્રીજા અમ્પાયર તરફ જવાનું નક્કી કર્યું. ત્રીજા અમ્પાયરે રિપ્લેમાં જોયું કે બોલની ઇમ્પેક્ટ સ્ટમ્પની બહાર હતુ, જેથી હૈદરાબાદને પોતાનો રિવ્યૂ ગુમાવવો પડ્યો હતો. બાદમાં રાશિદનો નિર્ણય હૈદરાબાદની ટીમ પર ભારે પડ્યો હતો.

IPL 2021 / કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મયંકે 99 સામે ધવનની ફિફ્ટી પડી ભારે, DC એ સિઝનમાં બીજી વખત પંજાબટીમને કરી પરાજિત

જ્યારે રાશિદ ખાન પાવરપ્લેમાં તેની બીજી ઓવર લઇને આવ્યો, ચોથા બોલ પર રિવર્સ સ્વીપને કારણે બટલરે બોલ મિસ કર્યો હતો. રાશિદ ખાનનો આ ગુગલી બોલ સીધો પેડ પર લાગ્યો હતો. રાશિદ ખાને જોરથી અપીલ કરી પણ એમ્પાયરે તેમાં રસ દાખવ્યો નહીં. હૈદરાબાદની ટીમે પહેલેથી જ પોતાનો રિવ્યૂ ગુમાવી દીધો હતો જેના કારણે તેઓ એમ્પાયરનાં નિર્ણયને પડકાર આપી શક્યા નહીં. જો કે, પાછળથી જ્યારે રિપ્લેમાં જોવામાં આવ્યું ત્યારે, જોસ બટલર બોલિંગ ટ્રેકની ત્રણેય બાજુ રેડ ડોટ થતા જોવા મળ્યા હતા અને તે સ્પષ્ટ હતુ કે તે આઉટ હતો પણ રિવ્યૂ ન હોવો હૈદરાબાદને ભારે પડ્યો હતો. અહીં જોસ બટલર માત્ર 7 રનનાં સ્કોર પર રમી રહ્યો હતો, પરંતુ તેણે આ એમ્પાયર દ્વારા મળેલા જીવનદાનનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 124 રનની મોટી ઇનિંગ્સ રમી લીધી હતી.

Untitled 1 રિવ્યૂનો ઉપયોગ હૈદરાબાદને પડ્યો ભારે બટલરને ફળ્યો, ફટકારી IPL ની પહેલી ધમાકેદાર સદી