Gujarat News : રાજયભરમાં વ્યાજખોરો વિરૂૂધ્ધ પોલીસે ઝુંબેશ શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટમાં લોક દરબાર યોજાયો હતો. તેમાં પોલીસને મળેલી અરજીઓનો તાત્કાલીક નિકાલ કરવાની પોલીસ કમિશનરની સુચના બાદ હવે ગુના દાખલ કરવાનું શરૂૂ કરાયું છે. જેના પગલે છેલ્લા ર4 કલાકમાં વ્યાજખોરીની ચાર ફરિયાદો નોંધાઈ છે.લોકદરબાર બાદ વધુ અરજીઓ પોલીસને મળી છે.
રાજકોટના સાઈબાબા સર્કલ પાસે આસોપાલવ સોસાયટીમાં રહેતા દર્પણભાઈ હંસરાજભાઈ પાનસુરીયા(પટેલ)(ઉ.વ.24)એ પોતાની ફરિયાદમાં અલ્પેશ દોગા,ધમભા ગોહિલ અને ગંભીરસિંહ રેવરનું નામ આપતા તમામ સામે મનીલેન્ડ એકટ અને બળજબરીથી પડાવી લેવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
દર્પણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેમણે 2021માં અલ્પેશ દૂંગા પાસેથી ધંધાના કામે વ્યાજે રૂૂપિયા દસ લાખ ત્રણ ટકા લેખે લીધા હતા.તેમના બદલામાં લીલી સાજડીયાળી ગામની બે એકર જમીનનો રજીસ્ટર દસ્તાવેજ અલ્પેશભાઈના કહેવાથી વિજયભાઈ રામાણીના નામે કરી આપ્યો હતો.તેમજ નાણાં પરત આપ્યા બાદ દસ્તાવેજ ફરિ તેમના નામે કરી આપવાની વાત થઈ હતી.4 એપ્રિલના રોજ 10 લાખ પરત આપવાનું કહેતા તેમણે રૂૂ.25 લાખની ઉઘરાણી કરી હતી અને અને બાદમાં 20 લાખમાં છેલ્લે નક્કી થયું હતું.પરંતુ પૈસા ની સગવડ ન થતા પૈસા આપ્યા નહોતા.તેમજ સગા સંબંધીઓ પાસેથી ઉછીના લીધેલા નાણા પરત કરવા 2022માં ધમભા ગોહિલ નામના વ્યક્તિ પાસેથી 35 લાખ રૂૂપિયા ત્રણ ટકા લેખે એક વર્ષ માટે વ્યાજે લીધા હતા.તેમજ ગંભીરસિંહ રેવર પાસેથી રૂૂપિયા એક વર્ષ માટે 13 લાખ વ્યાજે લીધા હતા.બાદમાં તેમને ખબર પડી કે દર્પણ પર દેણું થઈ ગયું છે.ત્યારબાદ તેમણે રાજદીપસિંહના નામે પંદર લાખ હાથ ઉછીનાનું લખાણ કરાવી લીધું હતું અને બેન્કનો 15 લાખનો ચેક લીધો હતો.
આમ અલ્પેશભાઈના 20 લાખ,ધમભા ગોહિલના 35 લાખ,ગંભીરસિંહના 15 લાખ તેમજ મિત્ર પાસેથી ઉછીના 20 લાખ લીધા હતા તેમ મળી કુલ રૂૂ.90 લાખમાં જમીન આ લોકોને આપી દીધી હતી.જે જમીનનો વહીવટ ધમભા પાસે હતો અને તેમણે જમીન વેચી પૈસા લઈ લીધા હોય અને પૈસા રાજભાને તથા ગંભીરસિંહને ન આપેલ પરંતુ તે લોકો પૈસા લઈ લીધા બાદ ગંભીરસિંહ પૈસાની ઉઘરાણી કરતો હતો.જેથી આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ત્રણેય આરોપીઓ ને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
આ પણ વાંચો:વલસાડના ધરમપુર વિસ્તારના છાત્રાલયમાં કુકર ફાટ્યું, મહિલા ગંભીર રીતે દાઝી
આ પણ વાંચો:સુરતમાં કતારગામમાં મકાનમાં બંધ થઈ ગઈ બાળકી
આ પણ વાંચો:દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન
આ પણ વાંચો:સુરતમાં પીકઅપવાને લીધો બાળકનો જીવ