Not Set/ મોબાઇલ રિચાર્જની વેલિડિટી 28 દિવસના બદલે હવે 30 દિવસ થશે, સરકાર લેશે મોટો નિર્ણય

દેશમાં મોબાઇલ યુઝર્સને ટુંક સમયમાં ખુશ ખબર મળી શકે છે. મોબાઇલ યુઝર્સના રિચાર્જની વેલિડિટી વધી શકે છે. ભારતીય દૂરસંચાર નિગમ (TRAI)એ આ દિશામાં પગલાં ભર્યા છે. હવે તમારું મગજમાં એ સવાલ ફરી રહ્યો હશે કે કઈ વેલિડિટી. તો જવાબ છે તમારા મોબાઈલ પેકની વેલિડિટી છે, જે 30 નહિ પરંતુ 28 દિવસની મળે છે. સરકાર હવે […]

Business
Untitled 162 મોબાઇલ રિચાર્જની વેલિડિટી 28 દિવસના બદલે હવે 30 દિવસ થશે, સરકાર લેશે મોટો નિર્ણય

દેશમાં મોબાઇલ યુઝર્સને ટુંક સમયમાં ખુશ ખબર મળી શકે છે. મોબાઇલ યુઝર્સના રિચાર્જની વેલિડિટી વધી શકે છે. ભારતીય દૂરસંચાર નિગમ (TRAI)એ આ દિશામાં પગલાં ભર્યા છે. હવે તમારું મગજમાં એ સવાલ ફરી રહ્યો હશે કે કઈ વેલિડિટી. તો જવાબ છે તમારા મોબાઈલ પેકની વેલિડિટી છે, જે 30 નહિ પરંતુ 28 દિવસની મળે છે. સરકાર હવે બદલી 30મ કરવાની તૈયારી કરી રહી છે. દેશની લગભગ તમામ ટેલિકોમ કંપની પ્રીપેડ મોબાઈલ રિચાર્જની વેલિડીડીટી 28 દિવસની ઓફર કરે છે.

ગુરુવારે કંપનીઓ દ્વારા ગ્રાહકો માટે રજૂ કરવામાં આવેલ પ્લાન્સમાં ટેરિફની માન્યતા અવધિ અંગે ટ્રાઇએ એક ચર્ચા પેપર બહાર પાડ્યું હતું. વિવિધ ગ્રાહકોની ફરિયાદો અને ચિંતાઓને ધ્યાનમાં લઈને આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ટેરિફ રેટના સંદર્ભમાં ગ્રાહકોને એક મહિનાની જગ્યાએ 28 દિવસની ઓફરની ફરિયાદો મળી છે.

નિયમનકારે સંબંધિત પક્ષો, ગ્રાહકો અને ઉદ્યોગને પૂછ્યું છે કે શું માન્યતા અવધિના મુદ્દા પર દખલ કરવી જોઈએ અથવા હાલની સિસ્ટમ અંતર્ગત સંયમ જાળવવો જોઈએ. ટ્રાઇએ એક નિવેદનમાં કહ્યું છે કે “ગ્રાહકો તરફથી મળેલા પ્રતિસાદના આધારે એવું અનુભવાય છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો ટેલિકોમ કંપનીઓ દ્વારા આપવામાં આવતી કેટલીક ફી / વાઉચરો અને તેની માન્યતા અવધિથી સંતુષ્ટ નથી.” ‘