અમદાવાદમાં દોડશે એન્જીન વગરની ટ્રેન ભારત ની 3 જી ઑટોમેટિક ટ્રેન ,જેમાં ઇનબિલ્ટ એન્જીન આવશે. રેલ્વેનું સંચાલન વધારે બેહતર બને અને યાત્રીઓને વધારે સારી સુવિધા પ્રાપ્ત થયા તે માટે અમદાવાદમાં હાલ ‘ ધ વંદે ભારત એક્સપ્રેસનું ‘ટ્રાયલ થઇ રહ્યું છે ભારતમાં સૌથી તેજ ગતિએ દોડતી વંદે ભારત એક્સપ્રેસનો લાભ મુંબઈ-અમદાવાદ દરમ્યાનના પ્રવાસીઓને પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ શકે છે.
તમે ઘણા પ્રકાર ની ટ્રેનો વિષે સાંભળ્યું છે પણ તમે એન્જીન વગર ની ટ્રેન વિષે બહુ ઓછું સાંભળ્યું હશે ભારત માં આ ત્રીજા નંબર ની ટ્રેન છે જે એન્જીન વગર ચાલે છે આ પેહલા ભારતમાં એન્જીન વગર ની ટ્રેન દિલ્લી થી બનારસ, બીજી ટ્રેન દિલ્લી થી કેરલા અને હાલ મુંબઈ થી અમદાવાદ માટે ટ્રાયલ થઈ રહ્યું છે.
આ ટ્રેનની સ્પીડ 130 ની આસ પાસ હશે ખાસિયત એ છે કે આ એક ઑટોમેટિક ટ્રેન છે જેમાં એન્જીન ઇનબિલ્ટ છે એટલે કે જે પાવર એન્જીન છે તે અલગથી નથી, વંદે ભારત એક્સપ્રેસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે જેમાં અટોમેટિક ડોર,આના કોચિંગ ડોર ઑટોમેટિક રહેશે એટલા એક જો ટ્રેન ક્યાંય ઉભી રહે અથવા કોઈ અનાઉસમેન્ટ થાય તો ઑટોમેટિક ડોર બંધ થઈ જશે અથવા ખુલી જશે.
આ ટ્રેનમાં ડ્રાઈવર ઓટો સિસ્ટમ લાગવા માં આવી છે જેથી ટ્રેન માં કોઈ પણ ખામી થાય તો તેની જાણ ડ્રાઈવર ને ઑટોમેટિક થઈ જાય એટલું જ નહિ આ ટ્રેન નું સીટિંગ અરેન્જમેન્ટ એવું છે કે તમે બેઠા બેઠા સીટ ફેરવી શકો છો.
આ પણ વાંચો: નવરાત્રીના શુભ દિવસોમાં અમદાવાદની જનતાને મળશે ખાસ ભેટ
આ પણ વાંચો:મંતવ્યના વાંચકોની હૈયા વરાળ, હાર્દિક ને ટિકિટ મળશે તો ભાજપને…
આ પણ વાંચો:ચાલુ 64 ધારાસભ્યોને ટિકિટનું પ્રોમિસ, આ મહિનાના અંતમાં ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે