Harare: ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ હવે પૂરો થઈ ગયો છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઈ હતી. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 4-1થી જીત મેળવી હતી. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી અને તમામ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ શ્રેણીમાં કેપ્ટન શુંભન ગીલે પણ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સાથે ગિલે રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.
ગિલે રોહિત શર્માને પાછળ છોડી દીધો
શુભમન ગિલને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. તેની કપ્તાનીમાં ગીલે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ ટી20 શ્રેણી જીતી હતી. આ સિરીઝમાં ગિલનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. બેટિંગ કરતી વખતે, ગિલે આ શ્રેણીમાં 170 રન બનાવ્યા, જે દરમિયાન તેણે બે અડધી સદી પણ ફટકારી. ગિલ ટી20 શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
First Series win for Shubham Gill as a Indian Captain ❤️🇮🇳#ShubmanGill • @ShubmanGill pic.twitter.com/WE1xP0XqGu
— Shubman Gill Fc (@ShubmanGill7fc) July 14, 2024
ગિલ હવે રોહિત શર્મા કરતા પણ આગળ નીકળી ગયો છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે 2017માં શ્રીલંકા સામેની T20 સિરીઝમાં 162 રન બનાવ્યા હતા. હવે ગિલથી આગળ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે. વર્ષ 2021માં કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝમાં 231 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ આ મેચ 42 રને જીતી લીધી હતી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ 14 જુલાઈના રોજ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગ કરતી વખતે સંજુ સેમસને સૌથી વધુ 58 રનની ઈનિંગ રમી હતી. 168 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી બોલિંગ દરમિયાન મુકેશ કુમારે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો:રિંકુ સિંહ સાથે કોણ છે મિસ્ટ્રી ગર્લ
આ પણ વાંચો:આ વર્ષે 50 છગ્ગા લગાવનાર અભિષેક છગ્ગાની સેન્ચુરી મારી શકશે
આ પણ વાંચો:ભારતે ઝિમ્બાબ્વે સામે 5-મેચની T-20 શ્રેણી જીતી,10 વિકેટે પરાજય આપ્યો