સુરતમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે બે દિવસથી સતત વરસાદના કારણે મેઘ મહેર સાથે મેઘ કહેર પણ જોવા મળી રહ્યું છે. સાથે જ કલેક્ટરે લોકોને જરૂરીયાત વગર ઘરની બહાર ના નિકળવાની સલાહ આપી છે.
નાના વરછા વિસ્તારમાં ભારે વરસાદના કારણે દીવાલ ધરાશયી થઇ હતી. વંદના સોસાયટીની દીવાલ ખાડીમાં ઘસી પડી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાહાની થઈ નથી. તો બીજી તરફ સીતા નગર ચોકમાં મનપાની પ્રિ મોંનસુન કામગીરી શોભાના ગાંઠીયા સમાન જોવા મળી હતી.
સીતાનાગર ચોક પુણા ખાતે રોડ બેસી જતાં બસ ફસાઈ ગઈ છે. આ ઘટનાને લઈ લોકોમાં મનપાના કર્મચારી વિરુદ્ધ રોષ ફેલાયું હતુ. સ્થાનિકોને વાહનની અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવા પડી રહી છે.
સુરતમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતના બારડોલી, માંડવી, કામરેજ, પલસાણ રોડ પર જોરદાર પાણી ભરાઈ ગયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.