હજુ તો બરોબર વરસ્યો પણ નથી મેઘોને ત્યાં જ આપણા સરકારી તંત્રનાં વાકે પાણીનો વેડફાટ શરુ થઇ ગયો હોય તેમ કેનાલમાં જ્યાં ને ત્યાં ગાબડાનો ભ્રષ્ટાચાર વહી જવા માડ્યો છે. જી હા અનેક કેનાલોમાં મોટા માટો ભ્રષ્ટાચારનાં ગાબડા પડી ગયા હોવાનું સામે આવી કહ્યું છે. વિસ્તાર ભલેને છેવાળાનો કચ્છ હોય કે ઉપરવાસનો બનાસ પણ ભ્રષ્ટાચારનું ભોરીંગ બધે બરોબર વાગી રહ્યું છે.
બનાસકાંઠામા ભારે વરસાદના પગલે માલસણ બ્રાન્ચની કેનાલમાં ગાબડુ પડ્યું. માલસણ બ્રાન્ચ કેનાલમાં પ્રથમ વરસાદે જ ગાબડુ પડતા કેનાલની કામગીરી પર સવાલ ઉભા થયા છે. બ્રાન્ચ કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડુ પડતા હલકી ગુણવત્તાથી કામ કરાયું હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા છે.
કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે કચ્છ જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા જમીનનું ધોવાણ થયું. ભચાઉના ભરૂડિયા ખાતે નર્મદા નહેરની કચ્છ કેનાલમાં ભંગાણ થતા તંત્ર દ્વારા થયેલું નબળુ બાંધકામ ચતુ થયું. અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ સબસલામતનો રાગ આલોપ્યો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોમાં કેનાલના ગાબડાના પગલે રોષ જોવા મળ્યો.
આ પણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.