કોરોના કાળમાં બીજી લહેર વધુ ધાતર સાબિત થઈ રહી છે.ત્યારે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થાય તેવી સંક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને બાળકોની રસીકરણ માટે મજૂરી માગવામાં આવી છે. ત્યારે હવે WHOએ બાળકોના રસીકરણને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
કોરોના વાયરસને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ફરી એકવાર દુનિયાને ચેતાવણી આપી છે. WHO નું કહેવું છે કે મહામારીનું બીજુ વર્ષ અત્યારે વધુ જીવલેણ સાબિત થઇ શકે છે.સાથે જ તેણે અમીર દેશોને અપીલ કરી છે કે બાળકોને વેક્સીન લગાવવાના બદલે ગરીબ દેશોને રસી ઉપલબ્ધ કરાવે.જેથી કોરોના સામે જંગમાં આગળ વધી શકાય. હાલ કેનેડા અને અમેરિકાએ તાજેતરમાં જ 12 થી 15 વર્ષ સુધીના બાળકોને રસીકરણને મંજૂરી આપી છે, તો બીજી તરફ ભારતમાં બાળકોની રસીની ટ્રાયલને મંજૂરી મળી ગઇ છે.
આ પણ વાંચો :તૌકતે વાવાઝોડાએ બદલી દિશા,વાવઝોડું કેરળ દરિયાકાંઠે વળવાના એંધાણ
ભારત અત્યારે કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. અહીં જેટલી ઝડપથી કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે તેનાથી આખી દુનિયા હચમચી ગઇ છે. WHO પ્રમુખે ભારતની સ્થિતિ વિશે કહેતાં કહ્યું કે ભારતની સ્થિતિ ચિંતાજનક છે, હોસ્પિટલોમાં ભરતી થનારની સંખ્યા અને મોત વધી રહ્યા છે. આપણે બધા ભાગીદારોને ધન્યવાદ આપતાં જે આ મુશ્કેલ દૌરમાં ભારતની મદદ કરી રહ્યા છે.
આ પણ વાંચો :ગંગોત્રી ધામના ખુલ્યા કપાટ, PM મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા
કોવૈક્સ કોરોના વેક્સીનને લઇને એક વૈશ્વિક ગઠબંધન છે. તેનો હેતુ છે કે દરેક દેશ સુધી વેક્સીન પહોંચાડવી, જેથી કોરોનાને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય. WHO વારંવાર અમીર દેશોને અપીલ કરે છે કે ગરીબ દેશોને પણ પર્યાપ્ત સંખ્યામાં વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે આગળ આવે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં બ્લેક ફંગલથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત