- ગુજરાત કોંગ્રેસમાં હાલ ફેરફાર નહીં – સૂત્ર
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવાને કારણે લેવાયો નિર્ણય
- રાજીવ સાતવ દ્વારા હાઇકમાન્ડને મોકલાવાયો અભિપ્રાય
- અમિત ચાવડા અને પરેશ ધાનાણી પદ પર યથાવત્ રહેશે
લાંબા સમયથી કોંગ્રેસની અંદર તો ઠીક છે પણ સામાન્ય લોકોમાં પણ રાહ જોવામાં આવી રહી છે કે, કોંગ્રેસ કઇંક તો એક્ટિવ થાય અને નેશનલ હીરો હતા તેવા દેશની આ સૌથી જૂની રાજકીય પાર્ટીનાં પક્ષ પ્રમુખો રહી ચૂક્યા છે, તે પાર્ટી પોતાની સામાજીક જવાબદારીનું સભાન વહન કરે. કોંગ્રેસના ખાડેગયેલા હાલહવેલને સંગઠનની પુન:રચનાથી ફરી બેઠી કરવામાં આવે.
કોંગ્રેસના મવળી મંડળ દ્વારા પણ લાંબા સમય બાદ આળશ મરડવામાં આવી અને દેશભરમાં કોંગ્રેસને ફરી બેઠી કરવાની કવાયોતો શરુ કરી દેવાામાં આવી છે. ગુજરાતમાં પણ આવુ જ જોવામાં આવી રહ્યું હતું અને આ જ કવાયતનાં ભાગ રુપે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાતમાં વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પોતાનાં રાજીનામા પણ પ્રદેશ પ્રભારીને આપી દીધા હતા. લાગી રહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ હવે તો નવા વાઘા પહેરશે જ. પરંતુ…..+
પરંતુ ગુજરાત કોંગ્રેસમાં હાલ ફેરફાર નહીં થાય તેવી માહિતી સામે આવી રહી છે. સૂત્રનાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. હાલ પક્ષ યથાસ્થિતિ જાળવી રાખશે. ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ દ્વારા હાઇકમાન્ડને પોતાનો અભિપ્રાય મોકલાવાયો છે. અને અમિત ચાવડા અને પરેશ ધાનાણી પદ પર યથાવત્ રહેશે તેવી કહેણ કરી હોવાનું સામે આવી રહી છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…