Shocking/ પાર્ટીનાં ચક્કરમાં મહિલા બાળકને ઘરે ભૂલી ગઇ, 6 દિવસ પછી આવી તો થઇ ચુક્યું હતુ મોત

બ્રિટેનમાં એક એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જે જાણીનો તમે પણ ચોંકી જશો.

Trending
asd 8 પાર્ટીનાં ચક્કરમાં મહિલા બાળકને ઘરે ભૂલી ગઇ, 6 દિવસ પછી આવી તો થઇ ચુક્યું હતુ મોત

બ્રિટેનમાં એક એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જે જાણીનો તમે પણ ચોંકી જશો. જી હા, એક એવી ઘટના કે જેમા માતા ભૂલી ગઇ તેના બાળકને અને તે બાળકનું થઇ ગયુ મોત. સાંભળીને જેટલી નવાઇ લાગે છે તેના કરતા વધારે આ સમગ્ર ઘટનાને જાણીને લાગશે.

આપને જણાવી દઇએ કે, 18 માં વર્ષમાં પ્રવેશ કરતા, આ માતા તેના મિત્રો સાથે બર્થડે પાર્ટીની ઉજવણી કરવા માટે ગઈ હતી. આ સમય દરમિયાન તે પોતાની બાળકીને ભૂલી ગઈ હતી. જ્યારે તે છ દિવસ પછી ઘરે પરત ફરી ત્યારે બાળક મૃત હાલતમાં મળી આવી હતી. આ કેસમાં મહિલાને કોર્ટ દ્વારા સજા પણ થઈ શકે છે. બ્રિટનમાં ઇસ્ટ સસેક્સનાં બ્રાઇટનનો આ કિસ્સો છે. અહીં રહેતી વેર્ફી કુદી નામની મહિલાએ માસૂમ બાળકને તેની 18 મી વર્ષગાંઠની પાર્ટીની ઉજવણી માટે ઘરે છોડી દીધી હતી. તે તેના મિત્રો સાથેની પાર્ટીમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે તે તેની દીકરીને યાદ ન કરી શકે. સીસીટીવી ફૂટેજમાં બતાવવામાં આવ્યું હતું કે તે છ દિવસ પછી ઘરે પરત ફરી હતી. તેણે હોસ્પિટલનાં ડોકટરોને કહ્યું હતું કે તેનુ બાળક કોઈ જવાબ નથી આપી રહ્યુ. ધ સનનાં અહેવાલ મુજબ, સસેક્સ પોલીસે સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપી દીધા છે. જેમાં વેર્ફી કુદી લંડન, કોવેન્ટ્રી અને સોલીહુલમાં પાર્ટી કરતી જોવા મળી રહી છે.

એવું પણ જાણવા મળ્યુ છે કે જ્યારે તે 6 દિવસ પછી ઘરે પરત આવી ત્યારે તેણે 999 પર ફોન કર્યો. તેણે કહ્યું કે તેની બાળકી ઉભી થઈ રહી નથી. તે પછી તે છોકરી આસિયાહને લઇને રોયલ એલેક્ઝાન્ડ્રા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ પહોંચી, જ્યાં બાળકીને મૃત જાહેર કરાઈ હતી. બાળકીનાં મોત બાદ તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું, જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે બાળકીની યોગ્ય સંભાળ ન લેવાને કારણે મોત નીપજ્યું હતું. આ બાળકી ઘરમાં એકલી પડી ગઇ હતી. તેની સંભાળ રાખવામાં આવી ન હોતી, જેના કારણે તેની હાલત કથળી હતી. વળી, મહિલા વેર્ફી કુદીએ કોર્ટનાં આરોપો સ્વીકાર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ