એક મહિલાએ મુસાફરી દરમિયાન બસમાં બળકીને જન્મ આપી છે. સુરતથી બાંસવાડા તરફ જતી મુસાફર મહિલાએ ST બસમાં બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી બસ ચાલકે સમયસર 108 ને જાણ કરતા 108 આવી પહોંચી હતી. દરમિયાન એસટી બસ ગોધરાના સેવા સદન પાસે આવી પહોચી હતી જ્યાં ડિઝાસ્ટર વિભાગમાં હાજર 108 ની ટીમે મહિલાને બસમા જ સફળ પ્રસુતિ કરાવી હતી.
ત્યાર બાદ નવજાત બાળકી અને મહિલાને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નવજાત બાળક 7 મહિને જન્મેલ હોવાથી હાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે બાળકને ઓક્સિજન ચૅમ્બરમાં મૂકીને સારવાર કરવામાં આવી રહી છે.
ગોધરાની 108 એમ્બ્યુલન્સ સેવાએ માતા અને બાળકને સમયસર સારવાર આપીને જીવતદાન આપેલ છે- મહિલાના પતિ અને પરિવારના લોકોએ સરકારની 108 સેવાનો આભાર વ્યક્ત કર્યા હતા.