સોશિયલ મીડિયા પર દરરોજ કંઈકને કંઇક વાયરલ થાય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક મહિલા જણાવી રહી છે કે તેના એપાર્ટમેન્ટના બાથરૂમમાં એક રહસ્મય રુમ છે. ન્યુ યોર્કની મહિલા, તેના ઘરની અંદર એક આશ્ચર્યજનક શોધખોળ કરતી હતી, ત્યારે મળી આવ્યું કે પૂરુ એપાર્ટમેન્ટ તેના બાથરૂમના અરીસાની પાછળ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર, મહિલાના બાથરૂમમાં જોરદાર પવન હતો. જ્યારે તેણે શોધખોળ કરી, ત્યારે તેણે જોયું કે બાથરૂમમાં અરીસાની પાછળથી હવા નીકળી રહી હતી. ત્યારબાદ જ્યારે મહિલાએ દિવાલ પરથી અરીસો કાઢ્યો ત્યારે તેણી મૂંઝવણમાં મૂકાઈ ગઈ, કારણ કે ત્યાં એક રુમ તરફ જવાનો ગુપ્ત રસ્તો હતો.
ત્રણ વર્ષ ગર્ભવતી રહ્યા બાદ મહિલાએ આપ્યો બકરીને જન્મ, ડૉક્ટર સહિત તમામ આશ્ચર્યચકિત થઇ ગયા
સમન્તા હાર્ટર્સો નામની આ મહિલાએ વીડિયોમાં જણાવ્યું છે કે રૂમ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેણે માસ્ક લગાવ્યુ, ગ્લોવ્સ પહેર્યા અને હાથમાં હથોડો લઇને રુમમાં ગઈ. પરંતુ તે રુમની અંદર પહોંચી, તેણે જોયું કે ત્યાં ફક્ત એક રહસ્યમય રુમ જ નથી, પરંતુ પૂરો એપાર્ટમેન્ટ છે.
વીડિયોમાં તે કહે છે, ‘મારે વધુ જવાબો જોઈએ છે. મારે અંદર જવું પડશે અને મારા બાથરૂમની બીજી બાજુ શું છે તે શોધવું પડશે.
LOOK AT WHAT SHE FOUND IN HER NYC APARTMENT pic.twitter.com/gmU3w5jRxU
— Chey the Shooter (@CheyMillz) March 4, 2021
ટિકટોક પર શેર કરેલા ફૂટેજ બતાવે છે કે એપાર્ટમેન્ટ કચરાપેટીઓ અને પાણીની બોટલોથી ભરેલું છે. તેણે આગળ કહ્યુ કે ઘર ખરેખર જૂનું છે અને બાથરૂમમાં કોઈ ફીટિંગ નથી, પરંતુ ફક્ત પાઇપિંગ હતી. મહિલાની આ શોધ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેનો આ વીડિયો ટ્વિટર પર 4 મિલિયનથી વધુ વખત જોવાયો હતો. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે, પરંતુ તેને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.