બરફનો એક વિશળકાય ટુકડો એન્ટાર્કટિકાથી તૂટીને સમુદ્રમાં જઇ પડ્યો છે અને તે દુનિયાનો સૌથી મોટો હિમખંડ બની ગયો છે. તેની સપાટીનો આકાર 4,320 વર્ગ કિલોમીટર એટલે કે સ્પેનના દ્રીપ મયોર્કોથી પણ મોટો.
યુરોપીય અંતરિક્ષ એજન્સીખે જણાવ્યુ કે આ હિમખંડ એન્ટાર્કટિકાના બરફના પહાડ ‘રોન’થી તૂટીને વેડેલ સમુદ્રમાં જઇને પડ્યો છે અને ત્યાં તરી રહ્યો છે. તેને અત્યારે દુનિયામાં તરી રહેલા તમામ હિમખંડોમાંથી સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકઓએ તેનું નામ A-76 રાખ્યુ છે અને તેને કોપરનિક્સ સેંટિનલ-1 મિશન દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં જોવાયો છે. આ મિશનમાં બે સેટેલાઇટ છે જે ધરતીના ધ્રુવોનું ચક્કર લગાવી રહ્યા છે. A-76ની સપાટીનો આકાર 4,320 વર્ગ કિલોમીટર છે.
આ હિમખંડ 175 કિલોમીટર લાંબો અને 25 કિલોમીટર પહોળો છે. જો આપણે તેના આકારની તુલના કરીએ તો સહેલાણીઓમાં લોકપ્રિય દ્રીપ મયોર્કા 3,640 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. જે તેના ક્ષેત્રફળથી ઓછું છે. A-76નું સૌથી પહેલાં બ્રિટીશ એન્ટાર્કટિકાના સર્વેક્ષણની શોધમાં ખબર પડી હતી અને મેરીલેંડ સ્થિત અમેરીકી રાષ્ટ્રીય બરફ કેન્દ્રએ તેની પુષ્ટી કરી છે. આ હિમખંડના જન્મ પહેલાં A-76A દુનિયાનો સૌથી મોટો હિમખંડ હતો. તેનો આકાર 3,380 વર્ગકિલોમીટર છે અને તે પણ વેડેલ સમુદ્રમાં તરી રહ્યો છે.
‘રોન’ બરફનો પહાડ એન્ટાર્કટિકાના પ્રાયદ્રીપથી નિચેની તરફ સ્થિત છે અને તે સમુદ્રમાં તરી રહેલી વિશાળકાય બરફની ચાદરોમાંથી એક છે જે એન્ટાર્કટિકાની સપાટી સાથે જોડાયેલી છે. અને આસપાસના સમુદ્રમાં પણ ફેલાયેલી છે. અમેરીકાના બોલ્ડર સ્થિત કોલોરાડો વિશ્વવિધાલયના રિસર્ચ ગ્લૈશિયોલોજીસ્ટ ટેડ સ્કેમબોસએ જણાવ્યુ કે તેમાંથી વચ્ચે-વચ્ચે બરફના ટુકડાઓનું તુંટવુ એક પ્રાકૃતિક ઘટના છે. તેમણે જણાવ્યુ કે A-76નું તૂટવું જળવાયું પરિવર્તનથી સંબંધિત નથી લાગી રહ્યું અને સંભવ છે કે ઝડપથી બે કે ત્રણ ટુકડાઓમાં વિભાજીત થઇ જશે.
સ્કૈમબોસનું કહેવુ છે કે પાછલા સો વર્ષમાં ‘રોન’ અનેએક વિશાળ બરફનો પહાડ ‘રોસ’ સ્થિર અને લગભગ સામયિક રહ્યા છે. તેમણે કહ્યુ કે તૂટેલો બરફ પહેલાં પણ સમુદ્રમાં જ હતો એટલે તેના તૂટવાથી સમુદ્રનું સ્તર નહી વધે. અમેરીકાના રાષ્ટ્રીય બરફ ડેટા કેન્દ્ર પ્રમાણે દક્ષિણિ ધ્રુવ એન્ટાર્કટિકા પ્રાયદ્રીપના કિનારે કેટલાક બરફના પહાડો છેલ્લા કેટલાક વર્ષોથી પિગળી રહ્યા છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ જ હોઇ શકે.