- પાવડી પાસેથી કૂદકો મારી આપઘાત કર્યો
- ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને બહાર કઢાયો
ગુજરાતમાં એક પછી એક આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. લોકો સામાન્ય બાબતમાં જીવનનો અંત લાવતો પણ અચકાતા નથી. ત્યારે આવામાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. ભુજના હમીરસર તળાવમાં એક યુવકે ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
જણાવીએ કે, ભુજના હમીરસર તળાવમાં યુવકે આપઘાત કર્યો છે જાણવા મળી રહ્યું છે કે આ યુવક પાવડી પાસેથી કૂદકો મારી આપઘાત કર્યો છે. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને બહાર કઢાયો હતો. હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો છે. તો બીજી બાજુ આ યુવકે કેમ આત્મહત્યા કરી તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અભયમ 181 મહિલા હેલ્પલાઈને પીડિત મહિલાનું તેના પતિ સાથે આ રીતે કરાવ્યું સમાધાન
આ પણ વાંચો:ગાયોને લમ્પી વાયરસથી બચાવવા માટે 17 દંપતીઓએ ત્રણ દિવસ સુધી કર્યા ઉપવાસ
આ પણ વાંચો:અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ મામલે અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો, કોઇ રેડ પાડવામાં આવી નથી