Navsari: નવસારીના યુવાને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કર્યા બાદ આક્ષેપ લગાવ્યા છે. પોલીસે માર માર્યાના આરોપ સાથેનો વિડીયો યુવકે વાઇરલ કર્યો છે. પોલીસે રસ્તા વચ્ચે પાર્ક કરેલી કાર હટાવવા જણાવ્યું હતું.
કાર પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં યુવાને કાર ખસેડી ન હતી. પોલીસ મથકે લઈ જવાના પ્રયાસમાં યુવાન ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત થયેલા યુવાનને પોલીસે સારવાર અર્થે ખસેડ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ આરોપ સાથેનો વિડીયો યુવાને વાઇરલ કર્યો હતો.
નવસારી (Navsari)માં પહેલા નોરતે જ બબાલ જોવા મળી. માં આધ્ય શક્તિની ઉપાસનાનું પર્વ એટલે શારદીય નવરાત્રિ. ગતરોજ 3ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રિ (Navratri)નો આરંભ થઈ ગયો છે. પરંતુ પ્રથમ નોરતે જ ઉલ્લાસની ઉજવણી બબાલમાં પરિણમી. નવસારીમાં પહેલા નોરતે જ ગરબાના એક સ્થાન પર મોટી બબાલ થતા ખૈલેયાઓના રંગમાં ભંગ પડ્યો. નવસારીમાં રમઝટ ગ્રુપના આયોજિત ગરબામાં બબાલ થયાના સમાચાર સામે આવ્યા.
નવસારીમાં પ્રથમ નોરતે જ ગરબાનું સ્થાન રણમેદાન બન્યું. રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં કોઈ બાબતને લઈને આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. AC ડોમ ગરબામાં પોલીસને તપાસ માટે અંદર ન પ્રવેશવા દેતાં આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટનામાં બાઉન્સરો પર પોલીસકર્મીઓને ધકકે ચઢાવવાનો આક્ષેપ છે. પોલીસકર્મીઓ તેમને આપેલ ફરજના ભાગરૂપે નવરાત્રિમાં ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. પરંતુ ગરબાના સ્થાનો પર આયોજકો દ્વારા સહકાર ના આપતા મામલો બિચકયો. આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
અત્યારે રાજ્યભરમાં ધૂમધામથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ગુજરાતીઓ ગરબા રમી માતા દુર્ગાની ભક્તિ કરતા હોય છે. ગામ, શેરી, સોસાયટીઓ અને મોટા પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન થતું હોય છે. રાત્રે રમાતા ગરબામાં ખૈલેયાઓની ઉજવણીમાં કોઈ અપ્રિય ઘટના ના બને માટે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સ્વચ્છતાને લઈને ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો: નવસારીમાં ક્વોરી એસેસિએશન દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ
આ પણ વાંચો: નવસારીમાં રમઝટ ગ્રુપના આયોજિત ગરબામાં બબાલ
આ પણ વાંચો: નવસારીમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાનું મોત, પ્રેમીની ધરપકડ