સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજરોજ સવારથી જ મતદાન શરુ થી ચુક્યું છે. ત્યારે વલસાડ જીલ્લાના ઉમરગામ ખાતે કે બુથ એવું પણ છે જ્યાં હજુ સુધી એકપણ મત પડ્યો નથી. આ બુથ પર 0 % મતદાન નોધાયું છે. સ્થાનિકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામના નારોગલ ખાતે માછીવાડના બુથ નંબર પર સ્થાનિકો દ્વારા મતદાનનો વિરોધ કરવામાં આવ્યો છે. આ એક બુથ સમગ્રે ગુજરાત માં એવું છે જ્યાં બપોરે 12 વાગ્યા સુસ્ધી એક પણ મત પડ્યો નથી.
મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા લગ્નમાં DJ વગાડવા મામલે પોલીસ દ્વારા હેરાન ગતિ કરવામાં આવી હતી. જેને લઇ ગ્રામજનો દ્વારા સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. માછીવાડના બુથ નંબર 1 મત વિહોણો બની રહ્યો છે.
ભાજપ દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરાવમ આવ્યા છે. નારગોલના આ વોર્ડમાં કુલ 1136 મતદારો છે. 12 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી.
મહીસાગર
મહીસાગરના લુણાવાડાના માલતલાવડી ગ્રામજનોનો એ પણ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ‘બુથ નહીં તો વોટ નહીં’ ની ચીમકી યથાવત જોવા મળી છે. ગામના લોકો દ્વારા એક પણ મત નાખવા આવ્યો નથી. માલતલાવડી ગામે થી મતદાન બુથ હટાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગામ ખાતે બુથ ફાળવવામાં આવશે તો જ મત આપીશું, આવી જીદ ને લઇ હજુ સુધી એક પણ મતદારે મત આપ્યો નથી.
ખીજડિયા
અમરેલીના ખીજડિયા ગામે પણ મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો છે. અનેક પ્રશ્નોને લઈને મતદાનનો બહિષ્કાર કરવામ આવ્યો છે. તંત્ર અને નેતાઓ દ્વારા ગ્રામજનોની સમજાવત બાદ પણ ગ્રામજનોનો મતદાન બહિષ્કાર કરવા મક્કમ રહ્યા છે.
વેરાવળ
વેરાવળના નાવદ્રા ગામે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. એક સમાજના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. પ્રાથમિક સુવિધાના અભાવે બહિષ્કાર કરવામાં આવ્યો છે. 600 લોકોએ મતદાનનો બહિષ્ક્રાર કર્યો છે.