અમદાવાદ શહેરમાં અનેક એવા બિસ્માર રસ્તાઓ છે, જેના રીપેરીંગ કરવા માટે અથવા તો તે રસ્તાની મરામત કરવા માટે કોર્પોરેશન વિરોધમાં અનેક અરજીઓ કરવામાં આવી છે. જેના જવાબમાં કોર્પોરેશનને હાઇકોર્ટમાં એવું રજૂ કર્યું હતું કે કોવિડ સમયે વપરાયેલા ખર્ચને કારણે કોર્પોરેશન પાસે રોડ રીપેરીંગ કરવા માટેના પૈસા પર્યાપ્ત માત્રામાં નથી પરંતુ શહેરીજનોના માટે વિકાસ થાય કે ન થાય પરંતુ પોતાના કોર્પોરેટરોનો વિકાસ તો થવો જ જોઈએ.
જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ ચેરમેને 192 કોર્પોરેટરો માટે 2 કરોડના ખર્ચે લેપટોપ અને પ્રિન્ટર લેવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં કોર્પોરેટરોએ 90 હજારની રકમના લેપટોપ તેમજ પ્રિન્ટરના બિલ ખરીદીને જાતેજ બિલ મુકવાનું રહેશે. ચોંકાવનારી બાબત તો એ છે કે, દરેક ખોટા ખર્ચા પર કાપ મૂકવા માટે વિપક્ષ દ્વારા અલગ-અલગ વિરોધ કરવામાં આવતો હોય છે પરંતુ કોંગ્રેસના 42 જેટલા કોર્પોરેટરોને લેપટોપની લાલચ જોતા શાસક પક્ષના સૂરમાં સૂર પૂરાવ્યો છે. અને નવી ટેકનોલોજી તેમજ અત્યારે તમામ વસ્તુઓ ઓનલાઇન થઇ રહી છે ક્યારે દરેકે સિસ્ટમ થી વાકેફ થવા માટે કોર્પોરેટરોને લેપટોપ આપવા જરૂરી છે તે પણ પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું છે. એટલે કે આ તો જાણી એવી નીતિ દેખાય છે કે પોતાનો લાભ થતો હોય તો વિપક્ષ પણ શાસક પક્ષના ખોળે બેસી જતી હોય તેવું સાબિત થાય છે. ત્યારે એક તરફ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું તો દૂર પરંતુ પોતાને કઈ રીતે ફાયદો થાય તે પ્રમાણે ના નિયમો કોર્પોરેશન લાવી રહી હોય તેવું લાગે છે. ત્યારે બે કરોડના ખર્ચે 192 કોર્પોરેટરો માટે લાવવામાં આવતા આ લેપટોપ વાપરવામાં છે. કોર્પોરેશનના ઘણા ખરા કોર્પોરેટરો પાસે સ્માર્ટ ફોન તો છે જ નહીં પરંતુ મોટાભાગના કોર્પોરેટરો 10 પાસ પણ નથી તો આ મોટા ઉપાડે કરવામાં આવેલા ખર્ચા કોર્પોરેશનના માથે પડે છે કે પછી ઊગી નીકળે છે તે તો જાણે કે રામ ભરોસો છે, પરંતુ હાલ તો દરેક કોર્પોરેટરને નવા ફીચર સાથેનું લેપટોપ તેમજ પ્રિન્ટર તો મળી જ જશે.