રક્ષાબંધન/ બોર્ડર પર છે તનાવ પરંતુ, મૂળ પાકિસ્તાની અમદાવાદની મહિલાએ પીએમ મોદી માટે મોકલી રાખડી

રક્ષાબંધન એ ભાઈ બહેન વચ્ચેના પવિત્ર સંબંધનો તહેવાર છે અને આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેના આયુષ્ય માટે પ્રાર્થના પણ કરતી હોય છે,..

Ahmedabad Gujarat
રાખડી

રક્ષાબંધન એ ભાઈ બહેન વચ્ચેના પવિત્ર સંબંધનો તહેવાર છે અને આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેના આયુષ્ય માટે પ્રાર્થના પણ કરતી હોય છે, ત્યારે આ જ પ્રમાણે હવે ચાલુ વર્ષના રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આપના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મૂળ પાકિસ્તાનની એક બહેન વચ્ચે પણ ભાઈ-બહેનનો પવિત્ર નાતો છે, જે છેલ્લા 26 વર્ષથી પીએમ મોદી માટે રાખડી મોકલે છે.

આ પણ વાંચો :શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ, ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર  આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 26 વર્ષથી પાકિસ્તાનના કમર મોહસિન શેખ નામની બહેન રાખડી બાંધે છે, ત્યારે આ વર્ષે પણ કમર શેખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડી બનાવેલી છે. રાખડીમાં કમર શેખે ભાઈ-બહેનનો સુંદર સંદેશ પણ લખ્યો છે. જો કે કોરોનાના કારણે મોહસિન શેખનું દિલ્લી આવવાનું નક્કી નથી, પરંતુ જો તેમને દિલ્લી જવાનું નહી થાય તો તેઓ PM મોદીને પોસ્ટથી રાખડી મોકલશે અને PMના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

તમને જણાવી દઈએ કે, કમર મોહસિન શેખ મૂળ પાકિસ્તાની છે અને મોહસિન અને PM મોદીની મુલાકાત ત્યારે થઇ હતી જયારે તેઓ RSSમાં જોડાયા હતા. ત્યારે મોહસિન પોતાના પતિ સાથે દિલ્લીમાં કોઈ કારણસર આવ્યા હતા અને તે દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો. પરંતુ કમર મોહસિનને કોઈ ભાઈ ન હોવાના કારણે તેમણે નરેન્દ્ર મોદીને આ પવિત્ર દિવસે રાખડી બાંધવા માટે આગ્રહ કર્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીએ પણ હામી ભરી હતી અને પછીથી મોહસિને તેઓને રાખડી બાંધી હતી.

આ પણ વાંચો :મીઠાના ઉધોગકારો દબાણ અને રોયલ્ટી ચોરી થકી સરકારને કરોડો રૂપિયાની આવકનો ચૂનો લગાવી રહ્યા છે

મળતી માહિતી મુજબ, કમર મોહસીન હાલમાં ભારતમાં આવીને વસ્યા છે અમદાવાદમાં રહે છે. આપને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર છેલ્લા ઘણા વર્ષોથી ભારે તંગદીલી ભર્યું માહોલ જોવા મળી રહ્યો છે અને બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ સ્થિતિ હજી પણ સુધરી નથી, ત્યારે બીજી બાજુ ભારતના પીએમ મોદી અને મૂળ પાકિસ્તાનની મહિલા વચ્ચેનો ભાઈ – બહેનનો આ પવિત્ર નાતો એક આગવું ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો : સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ

આ પણ વાંચો :રક્ષાબંધન પહેલા માર્કેટમાં આવી નવી મીઠાઈ, નામ જાણીને તમે પણ કહેશો વાહ..

આ પણ વાંચો :સંસ્કૃતના માધ્યમથી ગીતા, રામાયણ અને ગાયને ઘર-ઘર સુધી પહોંચાડવાની છે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ