નવી દિલ્લી
ભારતભરમાં ઓનલાઈન દવાના વેંચાણ વિરુદ્ધ દરેક મેડીકલ સ્ટોરના માલિકોએ શુક્રવારે બંધનું એલાન કર્યું છે. પરંતુ જો તમારે કોઈ દવા ખરીદવી હોય તો આ દુકાને જઈને તમે ખરીદી શકો છો. આ દુકાનો પર તમને હડતાલ હોવા છતાં દવા મળી શકશે.
આ જગ્યા પરથી તમે દવા ખરીદી શકશો
૧. સરકારી હોસ્પીટલમાં હડતાલ હોવા છતાં દવા મળી રહેશે.
૨.પ્રાઇવેટ હોસ્પીટલમાં પોતાની ફાર્મસી જેમની પાસે હોય છે, ત્યાંથી દવા મળી શકશે.
૩. દવા કેન્દ્રમાં પણ દવા મળી શકશે.
૪. આ સાઈટ પર દવા ઓનલાઈન પણ મળી શકશે.
www.netmeds.com
www.pharmeasy.in
www.medplusmart.com
www.1mg.com
www.bigbasket.com
શા માટે હડતાલ કરવામાં આવી ?
દવાના ઓનલાઈન વેચાણ અને ઈ-ફાર્મસી કાનુન વિરુદ્ધ દેશભરમાં ૮.૫ લાખ દવાના દુકાનદારો શુક્રવારે દુકાનો બંધ રાખશે. દવાના દુકાનદાર ઓનલાઈન દવાના વેચાણનો વિરોધ કરી રહ્યા છે પરંતુ આ મામલે સરકારનું માનવું છે કે હાલ સમયની માંગ ઈ-ફાર્મસી છે. એટલું જ નહી પરંતુ સરકાર ઓનલાઈન દવા કંપનીને નિયંત્રણમાં રાખવા માટે ઈ-ફાર્મસી કાનૂની નિયમો પણ લાવી રહી છે. આ કાનૂની નિયમોમાં ઓનલાઈન કંપનીઓ તો સમર્થન કરી રહી છે પરંતુ દવાના દુકાનદાર તેનો વિરોધ કરી રહ્યા છે.