ઇન્દિરા ગાંધીની આજે મૃત્યુ જયંતિ છે. ભારત દેશનાં ભૂતપૂર્વ પ્રાઈમ મીનીસ્ટર ઇન્દિરા ગાંધી એનાં કાર્યો માટે હમેંશા યાદ રહેશે. ઇન્દિરા ગાંધીને એમની 34મી ડેથ એનીવર્સરી પર રાહુલ ગાંધીએ યાદ કર્યા અને એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. ઇન્દિરા ગાંધીને આયર્ન લેડી તરીકે ગણવામાં આવતાં હતા.
ઇન્દિરા ગાંધીના મેમોરિયલ શક્તિ સ્થળની મુલાકાત ઘણાં રાજકારણીઓએ લીધી હતી અને ત્યાં એમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોનિયા ગાંધી, મનમોહનસિંહે પણ હાજરી આપી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એમની લાગણી વ્યક્ત કરી હતી, ‘આજે દાદીને એક ખુશીની ભાવના સાથે યાદ કરું છું. એમણે મને ઘણું બધું શીખવ્યું છે અને એમનો અપાર પ્રેમ આપ્યો છે. એમણે એમનાં લોકોને ઘણું બધું આપ્યું છે. મને એમનાં પર ખુબ ગર્વ છે.’
આ ઉપરાંત દેશનાં હાલનાં પ્રાઈમ મીનીસ્ટર નરેન્દ્ર મોદીએ પણ ઇન્દિરા ગાંધીને એમની મૃત્યુ જયંતિ પર યાદ કર્યા હતા અને શ્રધાંજલિ આપી હતી.
કોંગ્રેસ પાર્ટીએ પણ આજે ઇન્દિરા ગાંધીને યાદ કરતાં ટ્વીટ કર્યું હતું કે, ‘આજે અમે દેશનાં પહેલાં મહિલા પ્રધાનમંત્રી અને દેશે જોયેલા એક સ્ટ્રોંગ લીડરને સન્માન આપીએ છીએ.’