યુટ્યુબ અને જી-મેલ સોમવારે સમગ્ર વિશ્વમાં બંધ થઇ ગયુ હતુ. યુ ટ્યુબ અને જીમેઇલ સમગ્ર વિશ્વનાં લગભગ બધા યુઝર્સનાં ફોનમાં ચાલતુ નહોતુ. જો તમે આ સમયે તમારા ફોનમાં યુટ્યુબ અને જીમેલ અને ગૂગલની કેટલીક સેવાઓનો આનંદ લઇ રહ્યો છો, જે ગઇ કાલે એટલે કે સોમવારનાં રોજ બંધ થતા લોકો ચોંકી ઉઠ્યા હતા. આવું કેમ થયું છે, આ પુષ્ટિ સાથે અત્યારે કંઇ પણ કહી શકાય તેમ નથી પરંતુ આપને જણાવી દઈએ કે, યુટ્યુબ, જીમેલ, ગૂગલ, ગૂગલ ડ્રાઇવે ઘણા બધા યુઝર્સ માટે સોમવારે અચાનક કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ.
જાણો શું થયુ હતુ બંધ
આ સિવાય Google Play, Google Maps, Google Hangouts, Google Duo और Google Meet અને Google Meet પણ ઘણા બધા યુઝર્સ માટે બંધ થયુ હતુ. આપને જણાવી દઈએ કે, આ સમસ્યા ફક્ત ભારત જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપમાં પણ ઘણા યુઝર્સ સાથે બની હતી. દુનિયાભરનાં યુઝર્સ ટ્વિટર પર ટ્વીટ કરીને આ સમસ્યા વિશે માહિતી આપી રહ્યા હતા. થોડી વારમાં ઘણા બધા મીમ્સ પણ બનાવવામાં આવ્યા.
Youtube એ શું કહ્યુ
સોમવારે, આ વિશે Youtube પર 26000 થી વધુ ફરિયાદો મળી હતી. Youtube એ સત્તાવાર યુટ્યુબ ચેનલ ટીમ યુટ્યુબને ટ્વીટ કરીને લખ્યું છે કે, “ઘણા બધા યુઝર્સને યુટ્યુબ ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. અમારી ટીમને તે વિશે જાણ થઈ ગઈ છે. અમે આપને ટૂંક સમયમાં તેના વિશે અપડેટ કરીશું.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…